________________
[0]
ગાયત્રી મંત્રનુ અજમ સામર્થ્ય
ઉપનિષદો, પુરાણા તથા અન્ય ધર્મગ્રંથામાં ગાયત્રીને મહિમા વિસ્તારથી વર્ણવાયેલા છે. કેટલાકે તેને વેઢમાતાની ઉપમા આપી છે, તે કેટલાકે તેને સર્વ વેદાના સાર કહ્યો છે. વળી કેટલાકે તેને પરમ તત્ત્વ અને પરમ ગતિ કહી છે, તેા કેટલાકે તેને સમસ્ત જગતના સાર કહ્યો છે, ટૂંકમાં ગાયત્રી એ વૈદિક પર પરાના એક શ્રેષ્ઠ મત્ર છે અને તે માનવજીવનના સતામુખી વિકાસ કરવાનું અજબ સામર્થ્ય ધરાવે છે.
પ્રથમ તેના પાઠ જોઈ એ, પછી તેના અથ સમજીએ, પછી તેના રહસ્ય સુધી પહોંચવાના પ્રયત્ન કરીએ, તેા આ. વસ્તુ આપણા ખ્યાલમાં ખરાખર આવી શકશે.
ગાયત્રી મંત્રના મૂલ પાઠે નીચે મુજખ છે :
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥