________________
વ્યાધિવિનાશક નારાયણ મંત્ર
અખિલ વિશ્વનું જીવન, અખિલ વિશ્વનું આરોગ્ય, અખિલ વિશ્વની શાંતિ અને
અખિલ વિશ્વની પ્રસન્નતા, જે તત્વથી પ્રાપ્ત થાય છે, તે તત્વનું નામ છે નારાથયું, જે આ તત્વનું ચિંતન કરે છે, તેને (૧) જીવન, (૨) આરોગ્ય, (૩) શાંતિ અને (૪) પ્રસન્નતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
જે મનમાં આપોઆપ થત રહે અને જેમાં હેઠ ન હાલે, તે જ સારે ગણાય છે. આ પ્રકારના જપથી શરીર અને મનમાં આરોગ્યના અંકુર ફૂટવા લાગે છે. જપ કરવાથી શોક, ભય, ચિંતા તથા કલેશને સમૂલ નાશ થઈ આરોગ્ય, ઉત્સાહ અને પ્રસન્નતાને લાભ થાય છે. જપના જેવી રેગનિવારણ કરનારી અન્ય કઈ વસ્તુ નથી.
એકાંત અને એકાગ્રતા ઉપચારક રેગીને એકાંતસેવનનું મહત્વ પણ સમજાવે. ઘણુ મનુષ્ય રેગીની ખબર લેવાને બહાને તેની પાસે આવીને જે વિચારને સક્ષમ ઊભો કરે છે, તેનાથી રેગીને હાનિ પહોંચે છે, લાભ કંઈ પણ થતું નથી. એ બધી ઝંઝટથી દૂર રહીને તે એકાગ્ર મનથી નીચે મુજબ પ્રાર્થના કરે ?
પ્રાર્થના હે નારાયણ પરમાત્મન ! મને આરોગ્યના નિયમની પ્રેરણા કરે. આરોગ્યના નિયમ પાળવાની શક્તિ આપે.