________________
૨૭૪
મત્રચિંતામણિ
હઠ્ઠાન છે, તેનુ નામ ૐ છે. નાર એ મહત્ તત્ત્વનું નામ છે કે જે સર્વ જગતને ચલાવી રહેલ છે. એ તત્ત્વમાં સત્ત્વ ચિત્—આનંદરૂપથી વાસ કરનારા તે નારાયણ કહેવાય છે. આવા નારાયણને મારા નમસ્કાર છે. આ રીતે મંત્રાર્થ સમજી નારાયણને પ્રણામ કરવા, એ ત્રીજી સેાપાન છે.
આ ત્રણે ય સાપાનને સમજી લીધા પછી જે જપ કરવામાં આવે છે, તેને મહાજપ કહે છે અને તે મહાજપથી સાધક તે આરાગ્યદાયક પ્રાણશક્તિની લહરિને પ્રાપ્ત કરે છે કે જે લહરિ તે સર્વવ્યાપક મહાવૈદ્યના પ્રાણા સાથે સાક્ષાત્ સંબધ ધરાવે છે. આ પ્રકારના મહાજપ કરતી વખતે તે નારાયણને જ મહાવૈદ્ય અને ઉપચારકર્તા માને
તથા પેાતાને કેવલ નિમિત્ત માત્ર સમજે છે અને તેના પ્રભાવે જ તે અસાધ્યમાં અસાધ્ય મહારાગાને પણ મટાડી શકે છે.
ચાથું સાપાન
C
કોઈ ધાતુ કે લાકડાનું એક ગાલ ચક્ર મનાવવું. તેના પર બધી માજી અને વચ્ચે પણ ૐ નમો નારાયળાચ ' એ સત્રને લખવા. આ ચક્રને અભ્યાસસ્થાનમાં એવા સ્થાન પર લગાડવુ' ( મૂકવું) કે જેથી અભ્યાસ કરતી વખતે બિલકુલ સામે જ રહે. પછી આસન લગાવીને એ ચક્ર તરફ મીટ માંડતાં નીચે પ્રમાણે પ્રાથના કરવી :
હું પ્રલે ! આપ પ્રેમસુધાના સમુદ્ર છે, સમસ્ત વિશ્વ આપના પ્રેમનુ પાત્ર છે, હું પણુ આપના પ્રેમનું પાત્ર છું”.