________________
૨૬૮
મંચિંતામણિ
રહીને કે ટહેલતાં ટહેલતાં ઠીક લાગે તે રીતે જપ કર્યો કરવે, પરંતુ એ ઓરડાની બહાર જવું નહિ. આ વખતે એક ક્ષણ માટે પણ નિદ્રા લેવી નહિ અને જપને રેક નહિ. દૂધ કે પાણી પીતાં અથવા બીજી ક્રિયા કરતાં પણ જપને છેડે નહિ. જપ અખંડ રાખવે એ આ અનુષ્ઠાનને મુખ્ય નિયમ છે.
ગમે તેટલી આવશ્યક્તા હેય, કઈ ગમે તે કહીને બહારથી બોલાવે, પણ ઓરડાનાં દ્વાર ખેલવાં નહિ કે કઈ પણ પ્રકારને જવાબ આપ નહિ. જવાબ આપવા જાઓ તે જપને ભંગ થાય, એ દેખીતું છે. આ વખતે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે “પ્રલય થશે તે પણ હું મારા નિયમમાં અડગ રહીશ.”
- રાત્રિના પાછલા પહોરે નિદ્રા વિશેષ આવે છે. એ -વખતે ટહેલતાં રહેવું. ગમે તેટલે થાક જણાય તે પણ ઊભા રહેવું કે બેસવું નહિ. જે ઊભા રહ્યા કે બેઠા તે -અવશ્ય નિદ્રા આવવાની અને અનુષ્ઠાન તૂટવાનું. કેટલાક સાધકેનાં અનુષ્ઠાને આ રીતે તૂટી ગયાં છે, તેથી જ આ બાબતની અહીં આટલી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ વખતે કઈ અસાધારણ ઘટના બને કે અકઃપ્ય -અનાવ બને તે ચેકવું નહિ કે ભયભીત થવું નહિ. ધર્ય
પૂર્વક આરાધ્યની પ્રતીક્ષા કરવી. આથી શ્રી રામનાં મંગલમય - દર્શન અવશ્ય થશે અને તે દિવસથી જ જીવનની સમુન્નતિ અનુભવાશે.