________________
મન્નચિંતામણિ વળી તે સીતારામની કૃપાથી આ લેકમાં સુખ ભોગવી ને શ્રી રામચંદ્રજીની કલ્યાણકારી શુભ ભક્તિને પ્રાપ્ત કરે છે.
વિશેષ શું?' નવ નૌકાજપથી શ્રી રામનાં સાક્ષાત્ દર્શન થાય છે. જેના રેમ રમમાં રામનું રટણ થઈ રહ્યું છે, તેને આ જગતમાં કંઈપણ દુર્લભ નથી.”
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે એક નૌકાજપમાં નવ ઝાડ, નવ લાખ, નવ હજાર, નવસે ને નવ મંત્રને જપ કરવાનો હોય છે. આ જપ ભવસાગર તરવા માટે નૌકા સમાન હોવાથી નૌકાજપ કહેવાય છે.
કેટલાક અનુભવી પુરુષને અભિપ્રાય એ છે કે એક એક નૌકાજપ જન્મકંડલીના એક એક સ્થાનને શુદ્ધ કરે છે, એટલે બાર નૌકાજપ કરવાથી બારેય સ્થાન શુદ્ધ થઈ જાય છે અને તેને સાધક જીવન્મુક્ત મહાત્મા બની જાય છે. કહેવાય છે કે ગોસ્વામી શ્રી તુલસીદાસે આ રીતે બાર નૌકાજપ કર્યા હતા અને શ્રી રામનાં સાક્ષાત દર્શન કરીને તથા જીવમુક્ત મહાત્મા બનીને પિતાનું જીવન સાર્થક કર્યું હતું. - હવે નવ નૌકાજપ વિના પણ શ્રી રામનાં સાક્ષાત્ દર્શન થાય એવું એક અપૂર્વ અનુષ્ઠાન અહીં રજૂ કરવામાં આવે છે. વર્તમાન કાલના કેટલાક સાધકેએ આ અનુષ્ઠાન કરેલું છે અને તેને ચમત્કાર અનુભવે છે. શ્રી રામનામનું અપૂર્વ અનુષ્ઠાન
આ અનુષ્ઠાન કેઈ એકાંત શાંત ઓરડામાં કરવું