________________
રામનામની બલિહારી
राजमये शत्रुभये त्रितापे प्राणसङ्कटे । कर्तव्यं साधकेनेदं सर्वसम्पत्तिदायकम् ॥ महामोक्षप्रद श्रेष्ठं भक्तिद ज्ञानदं नृणाम् । वेदशास्त्रपुराणेषु प्रशस्त शुभकर्मणि ।। नौकाजपमिदं देवि ! कुर्वन्ति ये महात्मनः । ते यान्ति परमे धाम्नि साकेते राममन्दिरे॥ इह लोके सुखं भुक्त्वा सीताराम-प्रसादतः। प्राप्नोति रामचन्द्रस्य भक्तिं श्रेयस्करीशुभाम् । नव नौकाजपेनैव श्रीरामदर्शनं भवेत् ॥ रोम्णि रोम्णि रमेद् रामस्तेषां किश्चिन्न दुर्लभम्।
રાજા તરફથી ભય ઉત્પન્ન થાય, શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય, આધિ-વ્યાધિ-ઉપાધિને તાપ વધી જાય કે પ્રાણનું સંકટ ખડું થાય, ત્યારે સાધકે સર્વ-સંપત્તિદાયક એવું આ સાધન કરવું.
આ સાધન મનુષ્યને માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે મહામિક્ષને દેનારું છે, ભક્તિ તથા જ્ઞાનને આપનારું છે અને વેદ, શાસ તથા પુરાણમાં શુભ કર્મ કરવાને માટે પ્રશસ્ત કહેલું છે.
હે દેવી! જે મહાપુરુષ સાક્ત એટલે અયોધ્યાપુરી વિષે રામમંદિરમાં રહીને આ નૌકાજપનું સાધન કરે છે, તે પરમ ધામમાં જાય છે.