________________
૫૬
મંત્રચિંતામણિ કેટલાક કહે છે કે ધન વિનાને નર કનિષ્ઠ ગણાય છે, કેટલાક કહે છે કે ગુણવિનાને નર કનિષ્ટ ગણાય છે, પરંતુ સમસ્ત વેદ અને પુરાણના વેત્તા એવા વ્યાસ મુનિ કહે છે કે જે મનુષ્ય નારાયણના (પરમાત્માના) સ્મરણ વિનાને છે, તે જ કનિષ્ઠ છે.'
તાત્પર્ય કે મનુષ્ય માત્ર પરમાત્માનું મંગલમય નામ જપવાથી જ ઉન્નત સ્થિતિને પામે છે અને તે લાખ લેકેના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવી શકે છે.
મહામંડલેશ્વર શ્રી જયેન્દ્રપુરીજી મહારાજે મંત્રવિષયક એક મનનીય લેખમાં જણાવ્યું છે કે “પરમેશ્વરને લક્ષ્ય કરીને જે નામને પૂર્ણ રીતિથી જપ કરવામાં આવે છે, તે નામ સર્વ અંતર્યામીને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે, તેથી જ ભિન્ન-ભિન્ન સંપ્રદાયના મનુષ્ય પિતપિતાના સંપ્રદાય અનુસાર જુદાં જુદાં નામે જપ કરે છે. હિંદુઓ અમુક નામે જપ કરે છે, (જૈનો તથા બૌદ્ધો અમુક નામને જપ કરે છે.) મુસલમાને અમુક નામને જપ કરે છે, ખ્રીસ્તી ધર્મવાળાએ અમુક નામને જપ કરે છે, એ જ રીતે અન્ય દેશવાસીઓ અન્ય અન્ય નામનું મરણ કરીને તથા તેને જપ કરીને પિતાપિતાની ભાવના અનુસાર ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જો તમે દીક્ષાગુરુ વિના પણ પરમાત્માના કેઈ નામને પકડી લ્ય અને તમારી ભાવના શુદ્ધ હેય તથા તમે એકાગ્રચિત્ત થઈને તેને જપ કરતા રહો તે જગદ્ગુરુ જગદીશ્વર તમારી ભાવના અનુસાર મૂર્તિ