________________
૨૫૪
મંત્રચિંતામણિ
પરમાત્માના નામને મંત્ર કેમ કહેવાય? કારણ કે અક્ષરના વિશિષ્ટ સજનને મંત્ર કહેવામાં આવે છે, તે તેનું સમાધાન
એ છે કે મંત્રવિશારદના અભિપ્રાયથી પરમાત્માનું દરેક -નામ એક પ્રકારને નામમંત્ર છે અને તેનું અનન્ય ભાવે -મરણ કરતાં સર્વ અમંગલે દૂર થઈ મંગલની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ પણ તે મંગલની પ્રતિદિન અભિવૃદ્ધિ થતી રહે છે અને તેના લીધે મનુષ્યની સર્વ મન કામના પૂર્ણ થવા ઉપરાંત મહાન યશકીતિની પણ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતના બારમા સ્કંધના તેરમા અધ્યાયમાં
नामसंकीर्तनं यस्य, सर्वपापप्रणाशनम् । प्रणामो दु:खशमनस्तं, नमामि हरिं परम् ।।
જેમનું નામ સંકીર્તન સર્વ પાપને નાશ કરનારું છે અને જેમને કરાયેલે પ્રણામ સર્વ દુનું શમન કરનાર છે, તે પરમ હરિને હું નમું છું.'
હરિ, હર, બ્રહ્મા એ સઘળા શબ્દો પરમાત્માના વાચક છે અને તેનું વિશિષ્ટ સ્વરૂપ દર્શાવનાર છે. તાત્પર્ય કે અહીં હરિ શબ્દથી પરમેશ્વર કે પરમાત્મા એ સામાન્ય અર્થ જ સમજવાને છે.
જૈન ધર્મમાં પણ નામકીનનું મહત્વ સ્વીકારાએલું છે. તે અંગે મહષિ નહિ અજિતશાંતિસ્તવમાં