________________
E
૨પ૦
મચિંતામણિ. મંત્રજપ થયે કે તે ભૂત કૂવામાંથી બહાર નીકળ્યું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તેની સામે ધર્યું.
મંત્રસાધકને તે પાકી શ્રદ્ધા હતી કે તે મંત્રવિધિથી જે કુંડાળું દોર્યું છે, તેને ઓળંગીને ભૂત તેની પાસે આવી શકશે નહિ, પણ આંખના પલકારામાં તે ભૂતે તેને પકડી લીધે અને ત્યાંથી લગભગ એક ફર્લોગ દૂર એક ખેતરમાં ફેકી દીધું. એ જ વખતે તેના રામ રમી ગયા અને ભૂત પિતાના સ્થાને ચાલ્યું ગયું.
તાત્પર્ય કે સબળ સાધન તથા ગુરુકૃપા મેળવ્યા સિવાય આ જાતનું સાહસ કરવું એ યે નથી.
અહીં પ્રાસંગિક એક બીજે કિસ પણ રજૂ કરીશું કે જે સબળ સાધન તથા ગુરુકૃપાની મહત્તા દર્શાવનારે છે અને તેથી દરેક મંત્રસાધકે જાણવા જેવે છે.
એક મેજીસ્ટ્રેટે એક વાર એક મેપલાને (મલબારી. મુસલમાનને) કેઈ ગુના માટે શિક્ષા કરીને જેલમાં મોકલ્યો. હવે તે પલાએ આ ઘટનાનું વેર વાળવા માટે એક ખવીસને તેની પાછળ મૂકી દીધું કે જેને તેણે કેટલાક વખત પહેલા કોઈ મં ગથી વશ કરેલ હતું. એ ખવીસે અદશ્ય રીતે મેજીસ્ટ્રેટના ઘર પર મોટા મોટા પત્થર ફેંકવા માંડયા. આથી ઘરના બધા માણસે ગભરાયા અને ખુદ મેજીસ્ટ્રેટના દિલમાં પણ ભયને સંચાર થયે. આથી તેણે મંત્રવાદીઓની શોધ ચલાવી અને કેટલાક મંત્રવાદીઓ ખાસ આ ઉપદ્રવનું