________________
-
- -
-
-
- -
-
-
-
-
- -
-
-
પ્રાસ્તાવિક
૨૪૭ અને તે વખતે આસન, દિશા, મુદ્રા આદિ અંગે જે આદેશ કરેલું હોય, તેનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. વળી મંત્રના ઉરચાર પણ બને તેટલા શુદ્ધ અને સ્પષ્ટ કરવા જોઈએ તથા તેમાં આપણું ચિતવૃત્તિઓને બરાબર જોડી રાખવી જોઈએ. તંત્રકારે તાર સ્વરે કહે છે કે મંત્ર અને મન એક ન થાય તે કટિકલ્પ પણ સિદ્ધિ થતી નથી તેથી સાધકે મંત્ર અને મન એક થઈ જાય તે માટે ખાસ લક્ષ્ય રાખવું જોઈએ.
આજે મંત્રસાધના કે મંત્રપાસનામાં પ્રથમ કરતાં ઓછી સફલતા મળે છે, તેનું મુખ્ય કારણ એ જ છે કે મંત્ર સાથે આપણું મન જેડાતું નથી, ઓતપ્રેત થતું નથી. મંત્રની ગતિ એક પ્રકારની રહે છે, તે મનની ગતિ બીજા પ્રકારની રહે છે અને એ રીતે વિસંવાદ પેદા થતાં સિદ્ધિ અતિ દૂર ઠેલાઈ જાય છે. મંત્રનું સ્મરણું કરવાને, જપ કરવાને તથા ધયાન ધરવાને હેતુ એ જ છે કે મંત્ર અને મનનું સત્વર ઐક્ય સધાય અને તે મંત્રચતન્યની ભૂમિકા ખડી કરી દે. વળી મંત્રદેવતાનું પૂજન અને ન્યાસાદિ ક્રિયા કરવાને આખરી હેતુ પણ એ જ છે કે આપણું મનમાં એ મંત્ર તદાકાર થઈ જાય અને મંત્ર તથા મંત્રસાધક વચ્ચે જે ભેદ અનુભવાય છે, તેને લેપ થઈ જાય. પરંતુ આ બધી ક્રિયાઓ મનની એકાગ્રતાપૂર્વક કરીએ તે જ આવું પરિણામ આવી શકે, જ્યારે આપણી વર્તમાન અવસ્થા તેથી જૂદા જ પ્રકારની છે. આપણે દેવપૂજન કે રમરણાદિ ક્રિયાઓ કરવા માંડીએ ત્યાં સારા-ખોટા અનેક વિચારે