________________
૪૬
મન્નચિંતામણિ
કરવામાં આવે છે તે મનુષ્યના સર્વ મને પૂર્ણ કરવા ઉપરાંત તેને પરમપદે પ્રતિષિત કરી શકે એમ છે.
સુજ્ઞ સંસ્કારી પાઠક બંધુઓને અમે અહીં એટલું વિચારવાને અનુરોધ કરીએ છીએ કે જેનું વિધાન પરોપકારપરાયણે નિસ્પૃહ ત્યાગી–વિરાગી મહાત્માઓએ કરેલું છે, તેના તથ્યમાં કે પથ્યમાં (હિતકારીપણામાં કોઈ પ્રકારની ખામી કે કઈ પ્રકારને દોષ કેમ હોઈ શકે? કોનું વિવિધ પ્રકારના ભયમાંથી રક્ષણ થાય તથા તેમને આલેક અને પરલેક સુધરે એવા ઉદાર આશયથી જ તેમણે મંત્રનું વિધાન કરેલું છે અને ધર્મશાસ્ત્રોએ તે મંજૂર રાખેલું છે. એટલું જ નહિ, પણ આજે ય જે વિદ્વાને સત્યશોધનના દષ્ટિબિંદુથી આપણા પ્રાચીન શાને તેમજ આપણી પ્રાચીન વિદ્યાઓને અભ્યાસ કરે છે, તેમણે પણ એ વાત મંજૂર રાખી છે કે મંત્રવિદ્યા એ ભારતની એક શ્રેષ્ઠ વિદ્યા છે અને તેમાં વૈજ્ઞાનિક તથ્ય ઘણું છે, એટલે આપણે તેની મંગલમયતા–તેની કલ્યાણકારિતા પર શ્રદ્ધા-વિશ્વાસ રાખીને તેની યથાવિધિ ઉપાસના કરીએ, એ જ હિતકારી છે.
મંત્રસાધના કે મંત્રપ્રણેમાં શ્રદ્ધા-વિશ્વાસ ઉપરાંત વિધિતત્પરતા એટલે વિધિ અનુસાર દરેક ક્રિયા કરવાની કાળજી રાખવી, એ ઘણું જરૂરનું છે. તેમાં આગળ કરવાની વસ્તુ પાછળ કરીએ કે પાછળ કરવાની વસ્તુ આગળ કરીએ અથવા તેને જેમ તેમ પતાવીએ તે ચાલી શકે નહિ. દરેક ક્રિયા તેને વિહિત કમે અને તેના વિહિત સ્વરૂપે કરવી જોઈએ.