________________
[૧] પ્રાસ્તાવિક
પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડમાં ઉષ્કાર અને તેની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કર્યું; બીજા ખંડમાં હકાર અને તેની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કર્યું; હવે ત્રીજા ખંડમાં કેટલાક મહિમાશાળી મંત્રનું વર્ણન કરીએ છીએ અને તે સાથે તેના પ્રયોગ પણ રજૂ કરીએ છીએ કે જેને આશ્રય લેવાથી મનુષ્ય નાની-મેટી અનેક પ્રકારની આપત્તિઓ કે મુશ્કેલીઓને પાર કરી શકશે અને પ્રગતિ, વિકાસ કે આયુદયને સાધી શકશે. - મંત્ર અને મંત્રપયોગને નામે આજ સુધીમાં એવું ઘણું ઘણું બની ગયું છે કે જે અત્યંત ખેદ ઉપજાવનારું હેય તથા મંત્ર પરની શ્રદ્ધાને ભંગ કે લેપ કરનારું હોય આમ છતાં મંત્રસાધના–મંત્રપાસના ટકી રહી છે અને તે અનેક મનુષ્યને અનેક રીતે ફાયદે પહોંચાડી રહી છે, તેથી એ વસ્તુ નિશ્ચિત છે કે મંત્રનું મંડાણ સત્ય સિદ્ધાંત પર થયેલું છે અને તેની સાધના-આરાધના-ઉપાસના યથાર્થપણે