________________
જૈનધમ માં હી કાર-કપાસના
૩૧
સહિત હૈં એ આચાય છે, ૐ સ્વર ઉપાધ્યાય છે અને હિંદુ સાધુ છે, આ રીતે તેન્ટ્રી કાર પચપરમેષ્ઠીમય છે.'
તાપ કે હી કારમાં રહેલા નાનેા વર્ણ શ્વેત છે, એટલે ત્યાં શ્વેત વણુ વાળા અરિહંતાની ભાવના કરવી જોઈ એ; ચંદ્રકલાના વણુ રક્ત છે, એટલે ત્યાં રક્ત વર્ણવાળા સિદ્ધોની ભાવના કરવી જોઈએ; ર્ કાર સહિત હૈં કારના વર્ણ પીત છે, એટલે ત્યાં પીત વર્ણવાળા આચાર્યની ભાવના કરવી જોઈએ; ૢ કારના વણ નીલ છે, એટલે ત્યાં નીલ વણુ વાળા ઉપાધ્યાયેાની ભાવના કરવી જોઈ એ અને બિંદુના વર્ણ શ્યામ છે, એટલે ત્યાં શ્યામ વર્ણવાળા સાધુઓની ભાવના કરવી જોઈ એ. આ રીતે હી કારમાં પાંચ વર્ણ અનુસાર પાંચ પરમેષ્ઠિની ભાવના કરી, તેમનુ ધ્યાન ધરતાં, કમ ની નિજ રા થાય છે અને સિદ્ધિ સમીપ આવે છે.
"
હી કારમાં અન્ય રીતે પણ પંચપરમેષ્ઠીની સ્થાપના થાય છે. તેની નોંધ લેતાં શ્રી ઋષિમડલસ્તવય ત્રાલેખનમાં કહ્યું છે કે
अर्हन्तो वृत्तकला, त्रिकोणसिद्धस्तु शीर्षकं वरः । चन्द्रकलोपाध्यायो, दीर्घकला साधुरिह पञ्च ॥
વૃત્તકલા એટલે બિંદુ, તેને અરિહત સમજવા. ત્રિકોણ એટલે નાદ, તેને સિદ્ધ સમજવા. શીયુક્ત હૈં અને ર્ને આચાય સમજવા, ચંદ્રકલાને ઉપાધ્યાય સમજવા અને દીર્ઘ ઈકલા એટલે સ્વરસૂચક વિશિષ્ટ આકૃતિને સાધુ સમજવા. આ પ્રમાણે હી કારમાં પંચપરમેષ્ઠી રહેલા છે, એમ જાણવું.