________________
૩૦.
મંત્રચિંતામણિ
૧ અરિહંત
શ્વેત ૨ સિદ્ધ ૩ આચાર્ય
પીત ૪ ઉપાધ્યાય
નીલ ૫ સાધુ કૃષ્ણ (શ્યામ) નીચેની ગાથા તેના પ્રમાણરૂપ છેઃ ससि धवला अरहंता, रत्ता सिद्धा य सुरिणो कणया। मरगयमा उवज्झाया सामा साहू सुहं दितु ।।
ચંદ્રના જેવા શ્વેત વર્ણવાળા અરિહંતે, રક્તવર્ણવાળા સિદ્ધો, કનક સમાન પીળા વર્ણવાળા આચાર્યો, મરક્ત મલ્ફિની પ્રભા જેવા એટલે નીલવર્ણવાળ ઉપાધ્યાયે અને શ્યામવર્ણવાળા સાધુઓ અમને સુખ આપો.*
હવે હી કારમાં આ પાંચેય વર્ણ–રંગે રહેલા છે એટલે તે તે રંગ અનુસાર પરમેષ્ઠીની ભાવના કરવી જોઈએ. તે અંગે શ્રી ઋષિમંડલસ્તવ મંત્રાલેખનમાં કહ્યું છે કે
नादोऽर्हन्त: कला सिद्धाः सान्तः सूरिः स्वरोऽपरे। विन्दुः साधुरितः पञ्चपरमेष्ठिमयस्त्वसो।।
નાદ એ અરિહંત છે, કલા એ સિદ્ધ છે, રકાર * શ્રી માનતુંગરિએ નમસ્કાર મહામંત્રનું ગૂઢાર્થ પ્રકાશના નવકારસારથવણું (નવકારસારસ્તવન) રચેલું છે, તેની આ સાતમી ગાથા છે. સંભવ છે કે આ ગાથા વધારે પ્રાચીન હોય અને તેમણે તેને સંગ્રહ કર્યો હેય.