________________
જૈન ધર્મમાં હકાર-ઉપાસના
૨૨૫
જે પ્રમાણે વિધાન કરેલું હોય તેને અનુસરવું જોઈએ. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે હ્રીંકાર તે સાક્ષાત્ શક્તિ છે, શક્તિને ભંડાર છે, એટલે તેના દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. ભવભીરુ ભવ્યાત્માઓએ તે તેને ઉપગ શાંતિક-પૌષ્ટિક કર્મ માટે તથા મોક્ષની પ્રાપ્તિ માટે જ કરવું જોઈએ. હીં કાર જેવી પવિત્ર શક્તિથી કઈ સ્ત્રીનું આકર્ષણ કરવું, હરીફને મહાત કર કે તેને ચાટ પહોંચાડવી કે બીજી રીતે ઉપદ્રવ કરે, એ ધર્મભાવના સાથે સંગત નથી. કોઈ અસાધારણ પ્રસંગમાં ધર્મના રક્ષણનિમિત્તે કે શીલવતી સ્ત્રી આદિના શીલનું રક્ષણ કરવા માટે તેને ઉપયોગ કરવા પડે તે અપવાદરૂપે કરી શકાય છે, પણ સામાન્ય બાબતે માટે તેને ઉપયોગ કરે હિતાવહ નથી. મધ્યયુગમાં આ રીતે તેને ઉપગ થવાથી જ મંત્રવિદ્યા નિંદાઈ છે અને માંત્રિકનું નામ વાયડું બનેલું છે. મંત્ર
એક શક્તિશાળી સાધન છે, એમાં તે બેમત છે જ નહિ, પણ તેને ઉપગ કલ્યાણું અર્થે કરવો જોઈએ. ૧૧-રેગનિવારણ
આ મંત્રપટના પ્રક્ષાલનું પાણી એક કલશમાં ભરી લઈ તેને “છે ફ્રી ન” એ મૂલ મંત્ર ૧૦૮ વાર બોલી, અભિમંત્રિત કરવામાં આવે છે. પછી કોઈ પણ રોગીને આચમન કરાવતાં તેને રેગ દૂર થાય છે. એમાં શરત એટલી જ કે રાગીએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેનું આચમન કરવું જોઈએ.
૧૫