________________
૨૨૦
મંત્રચિંતામણિ
“મનમાં અડગ ધૈર્ય ધારણ કરીને તથા મૌન રાખીને તે -આત્મબીજને અર્થાત હી કારને વિધિયુક્ત ઉપાંશુ જપ* હમેશાં કરવું જોઈએ.’
તાત્પર્ય કે જૈન મંત્રવિશારદેએ ટ્વીંકારની ઉપાસના માટે સંયમ, બ્રહ્મચર્ય, તપ, એકાંત તથા મૌનની ખાસ આવશ્યક્તા માની છે અને કેઈ ન સાંભળે એ રીતે ચિત્તની સ્થિરતાપૂર્વક તેને જપ કરવાને આદેશ આપે છે. ૮-પૂર્વસેવા :
પૂર્વ સેવામાં “ ફ્રી માએ મંત્રને એક લાખ જપ કરે જોઈએ. કેટલાક સવા લાખનું સૂચન પણ કરે છે. પ્રતિદિન ૩૦૦૦ મંત્રને જપ કરતાં કર દિવસે આ સંખ્યા પૂરી થાય છે. જે તેવી અનુકૂળતા ન હોય તો રોજના ૨૦૦૦ જપ કરી ૬૩ દિવસે પણ આ સંખ્યા પૂરી કરી શકાય છે. નિપાસનાને વિધિ
હવે રેજને ૩૦૦૦ કે ૨૦૦૦ જપ કેવી રીતે કરે? તેનું વિધાન પણ જૈન મંત્રવિશારદોએ ઝીણવટથી કરેલું છે. તેને સાર એ છે કે
(૧) સાધકે શુદ્ધ-સ્વચ્છ જલથી સ્નાન કરવું. તે વખતે
x બીજા ને સાંભળે એ રીતે જપ કરે તેને ઉપાશુ જપ કહેવાય છે. જપના નિયમ તથા પ્રકારે વિસ્તારથી જાણવા માટે જુઓ મંત્રવિજ્ઞાન-પ્રકરણ બાવીશમું.