________________
=
=
=
=
=
==
જૈન ધર્મમાં હીરકારઉપાસના
૨૧૯ તુમતી સ્ત્રીની છાયા પડી ન જાય તે માટે પૂરી તકેદારી રાખવી જોઈએ. ૭–ઉપાસના અંગે મુખ્ય નિયમો
માયાબીજ ક૫માં કહ્યું છે કેकृतस्नानेन सद्धर्मचारिणा चकमोजिना । साधकेन सदा भाव्यं विजने भूमिशायिना ॥
હીરકારની ઉપાસના કરવા માટે તત્પર થયેલા સાધકે. પ્રતિદિન ઉચિત રીતે સ્નાન કરવું જોઈએ, સદ્ધર્મને આચર જોઈએ, દિવસમાં માત્ર એકવાર ભેજન કરવું જોઈએ.. ભૂમિશયન કરવું જોઈએ, એટલે કે પલંગ અથવા ખાટલાને. ઉપયોગ ન કરતાં જમીન પર ચટાઈ કે શેત્રંજ બિછાવીને સૂવું જોઈએ. (આમાં બ્રહ્મચર્યને સમાવેશ થઈ જાય છે.) તથા એકાંત સ્થાન પસંદ કરી ત્યાં નિત્ય-નિયમિત ઉપાસના કરવી જોઈએ. હીં કારવિદાસ્તવનમાં કહ્યું છે કે
शिष्यः सुशिक्षा सुगुरोरवाप्य शुचिवशी धीरमनाश्च मौनी । तदात्मबीजस्य तनोतु जाप
मुपांशु नित्यं विधिना विधिज्ञः ॥ - “સદગુરુ પાસેથી સમુચિત શિક્ષા પ્રાપ્ત કરીને વિધિ બનેલા એવા ઉપાસકે પવિત્ર થઈને, ઇન્દ્રિયને વશમાં રાખીને,