________________
જૈન ધર્મમાં હીબકાર-ઉપાસના
૨૦૯ આ દરેક તીર્થકરે ઉત્કૃષ્ટ સંયમસાધનાથી પિતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરી હતી, અર્થાત્ પરમાત્મભાવ પ્રકટ કર્યો હતે અને સર્વજ્ઞ તથા સર્વદેશી બનીને જગતના
લ્યાણ અર્થે સત્ય ધર્મનું પ્રવર્તન કર્યું હતું, એટલે જેને તેમને જ ઈશ્વર માની તેમની સેવાભક્તિ-આરાધના-ઉપાસનામાં જીવનની સાર્થક્તા માને છે. જિનમંદિરમાં આ ચોવીશ તીર્થકો પૈકી એક કે વધારે તીર્થકરોની મૂતિની પ્રતિષ્ઠા કરેલી હેય છે.
આ વીશે ય તીર્થકરાનું શક્તિબીજ હકારમાં રહેલું છે. (આગળ ઉપર “હુીકારમાં વીશ તીર્થકરેની સ્થાપનાને વિષય આવે છે, તે આ વસ્તુને વધારે સ્પષ્ટ કરશે.)
(૧) અરિહંત (જિન કે તીર્થકર), (૨) સિદ્ધ ( મુક્તાત્મા), (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ, આ પાંચ આત્મવિકાસની દૃષ્ટિએ પરમ સ્થાનમાં રહેલા હાઈ તેમને પરમેષ્ઠી કહેવામાં આવે છે. જેને સવાર-સાંજ તથા દરેક માંગલિક પ્રસંગે નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે, તેમાં આ પંચપરમેષ્ઠીને અનુક્રમે નમસ્કાર કરવામાં આવે છે. જૈન દૃષ્ટિએ જીવનને ઊંચામાં ઊંચે આદર્શ પરમેષ્ઠી છે, એટલે તે સતત સ્મરણ કરવા એચ છે. * આ પાંચેય પરમેષ્ઠી હી કારમાં રહેલા છે.
હાલ અવસર્પિણી કાલને પાંચમો આરે ચાલી રહ્યો છે, તે ઘણું કઠિન મનાય છે, એટલે કે આ સમયમાં લોકોને ઘણા કપરા સંયોગેમાંથી પસાર થવું પડે એવી સ્થિતિ નિમણુ થાય છે.
૩ અમોએ નમસ્કાર-મંત્રસિદ્ધિમાં નમસ્કારમાત્ર તથા પંચ
૧૪.