________________
૨૦૮
મંત્રચિંતામણિ શાની પરિભાષા મુજબ ધર્મરૂપી તીર્થને સ્થાપનાર અલૌકિક મહાપુરુષને તીર્થકર કહેવામાં આવે છે. વર્તમાન અવસર્પિણી કાલમાં+ આવા વીશ તીર્થકર થઈ ગયા, તે આ પ્રમાણે ૧ શ્રી રાષભદેવ ૯ શ્રી સુવિધિનાથ ૧૭ શ્રી કુંથુનાથ ૨ શ્રી અજિતનાથ ૧૦ શ્રી શીતલનાથ ૧૮ શ્રી અરનાથ ૩ શ્રી સંભવનાથ ૧૧ શ્રી શ્રેયાંસનાથ ૧૯ શ્રી મલ્લિનાથ ૪ શ્રી અભિનંદન ૧૨ શ્રી વાસુપૂજ્ય ૨૦ શ્રી મુનિસુવ્રત ૫ શ્રી સુમતિનાથ ૧૨ શ્રી વિમલનાથ ૨૧ શ્રી નેમિનાથ ૬ શ્રી પદ્મપ્રભ ૧૪ શ્રી અનંતનાથ રર શ્રી અરિષ્ટનેમિ ૭ શ્રી સુપાર્શ્વનાથ ૧૫ શ્રી ધર્મનાથ ૨૩ શ્રી પાર્શ્વનાથ ૮ શ્રી ચંદ્રપ્રભ ૧૬ શ્રી શાંતિનાથ ૨૪ શ્રી મહાવીર સ્વામી
+ ૨. જન ધર્મના મંતવ્ય અનુસાર કાલ અનાદિ છે. આ અનાદિ કાલનો પ્રવાહ કાલચક્ર વડે નિર્માણ થાય છે, એટલે કે એક કાલચક્ર પૂરું થાય છે અને બીજુ કાલચક્ર શરૂ થાય છે. આમ એક પછી એક કાલચક્ર આવતાં જ જાય છે. || એક કાલચક્રમાં ઉત્સર્પિણીકાલ અને અવસર્પિણીકાલ એવા બે ભાગ હોય છે. તેમાં પ્રથમ કાલમાં વસ્તુના રસ-કસ આદિતું. ઉત્સર્ષણ થાય છે, એટલે કે તે ઉત્તરોત્તર વૃદ્ધિ કે વિકાસ પામતા રહે છે અને બીજાકાલમાં વસ્તુના રસ-કસ આહ્નિ અવસર્ષણ થાય
છે, એટલે કે તે ઉત્તરોત્તર ઘટતા જાય છે. આ બંને કાલના છ-છ પિટાદ્વિભાગે છે, તેને આરા કહેવામાં આવે છે.