________________
જૈનધર્મમાં હીરકાર-ઉપાસના
૨૦૭
વીશ તીર્થકરે તથા અન્ય પ્રભાવશાલી દેવતાઓની સ્થાપના છે, એટલે તેઓ એની ઉપાસનામાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને વિશેષ ન બની શકે તે અનાનુપૂવી વગેરેમાં તેનાં નિત્ય દર્શન કરે છે. ૨. ડ્રીંકારને અપૂર્વ મહિમા
જૈનાચાર્યોએ હ્રીંકારને મહિમા વર્ણવતાં કહ્યું છે કેचतुर्विशतितीर्थेशजैनशक्त्या विभूषितः । परमेष्ठिमयश्चैष सिद्धचक्रमयो वयम् ॥ त्रयीमयो गुणमयः सर्वतीर्थमयो ह्ययम् । पञ्चभूतात्मको ह्येष लोकपालैरधिष्ठितः ॥ चन्द्रसूर्यादिग्रहयुम् दशदिक्पालपालितः । गृहे तु पूज्यते यस्य तस्य स्युः सर्वसिद्धयः ॥
–માયાબીજક૫ ગા. ૨૬ થી ૨૮ “જેને વીશ તીર્થકરેએ જૈન શક્તિથી વિભૂષિત કરેલ છે, જે પંચપરમેષિમય છે, સિદ્ધચક્રમય છે, તત્વત્રિયીમય છે, ગુણમય છે, સર્વતીર્થમય અને પંચભૂતાત્મક છે. વળી જે લેકપાલેથી અધિષિત છે, સૂર્યચંદ્ર આદિ ગ્રહથી યુક્ત છે અને દશ દિક્ષાલેથી સુરક્ષિત છે, એ હકાર જેના ઘરમાં પૂજાય છે, તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.”
ચેડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. જૈન