________________
૨૦૪
મંત્રચિંતામણિ સુખડ, કેસર, સાકર, લવિંગ વગેરેને મિશ્ર કરી તેને ઘીને કરમ દઈ તેને તેમ કરવું જોઈએ. પ્રત્યેક આહુતિ વખતે મૂલમત્રોને ઉચ્ચાર કરી જરૂરી છે.
મંત્રજપની સંખ્યા પાંચ લાખ પર પોંચે ત્યારે કેટલાક પ્રત્ય થાય છે, પણ તે કઈને કહેવા નહિ કે તે સંબંધી કેઈની સાથે ચર્ચા કરવી નહિ, કારણ કે તેમ કરવાથી એ પ્રત્યે બંધ થઈ જાય છે અને મંત્રસિદ્ધિ થવામાં અંતરાય ઊભે થાય છે.
- મંત્રજપ સિવાયના સમયમાં મંત્રના અર્થ પર ચિંતન –મનન કરવું જોઈએ અને તેનું ધ્યાન પણ ધરવું જોઈએ. તે માટે કારના ધ્યાનવિધિમાં જે કંઈ કહ્યું છે, તે અહીં પણ ઉપયુક્ત સમજવું અને તે જ ધોરણે ધ્યાનમાં પ્રવૃત્ત થવું.
એમ કરતાં જ્યારે મંત્રના અક્ષરે તિર્મય દેખાય અને તેમાં આપણું મનવૃત્તિને લય થાય, ત્યારે સમજવું કે હવે મંત્રસિદ્ધિ નજીક છે. તે
મંત્રસિદ્ધિ નજીક હોય ત્યારે જે ચિહ્નો થાય છે, તે અમે મંત્રવિજ્ઞાનના બત્રીશમા પ્રકરણમાં સવિસ્તર જણાવ્યું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ, પણ સારરૂપે એટલું જણાવીશું કે એ વખતે સુંદર સ્વપ્ન આવે છે, ચિત્તની પ્રસન્નતા ખૂબ વધી જાય છે અને આપણું અંતરમાં તેમ જ બહાર પણ જોતિપુંજના દર્શન અવારનવાર થાય છે.
ખરી મંત્રસિદ્ધિ તે ત્યારે જ થઈ કહેવાય કે જ્યારે મંત્રજપની પૂર્ણાહુતિ વખતે મંત્રદેવતા પ્રકટ થઈને સાક્ષાત્,