________________
મન્નચિંતામણિ કેટલાક ઉપાસકે ઉપાસના થેડી આગળ વધી કે કોઈ ચમત્કારની, કોઈ અવનવી ઘટનાની અપેક્ષા રાખે છે અને
જ્યારે તેવું કંઈ પણ લેવામાં આવતું નથી, ત્યારે હતોત્સાહ થઈ જાય છે. પછી તેમને ઉપાસનામાં રસ આવતે નથી અને તે જે ગતિ-વિધિએ આગળ વધવી જોઈએ, તે વધતી નથી. અકાળે ફળની ઈચ્છા કરવાનું આ પરિણામ છે, તેથી હિતાવહ એ છે કે અકાળે ફળની ઈચ્છા કરવી નહિ. બીજ વાયું છે, તે તે ઉગશે જ અને તેમાંથી એક મહાન વૃક્ષ તૈયાર થશે, એ આત્મવિશ્વાસ રાખવે. “વાવેલું બીજ નહિ ઉગે તે? ઉગ્યા પછી પણ તે કરમાઈ જશે તે? એમાંથી વિશાળ વૃક્ષ તૈયાર થશે ખરું?” આ બધા તકે છે અને તે આપણી આંતરિક શ્રદ્ધાને આપણા આત્મવિશ્વાસને ડહેળી નાખનારા છે, માટે તેનું સેવન કરવું નહિ.
મંત્રપાસનામાં શ્રદ્ધાને મુખ્ય ગણવામાં આવી છે, તેની પાછળ આ દષ્ટિ રહેલી છે. જેમ પાસે પાકે હેય તે ઈમારત ટકે છે, તેમ શ્રદ્ધા મજબુત હોય તે મંત્રપાસના આગળ વધે છે અને તે ફલદાયી બને છે. અજ્ઞાની તથા અશ્રદ્ધાલુને આ જગતમાં કોઈ મહાન વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તેઓ અથડાઈને, કુટાઈને, હડધૂત થઈને આ જગતમાંથી વિદાય લેવાને સર્જાયેલા છે. મંત્રોપાસક હરગીઝ એ રસ્તે ન જાય, એ અમારે આગ્રહભો અનુરોધ છે.
હવે કેટલીક અનુભવની વાત કહીશું. વ્હીકારવિદાને જપ વિધિપૂર્વક આગળ વધતાં આપણું શરીર અને મનમાં