________________
[૬] પ્રગતિ અને પૂર્ણાહુતિ
“ડગલું ભર્યું કે પાછું ન હઠવું” એ ઉત્તમ પુરુષની નીતિ છે અને તેઓ પ્રાણુતે પણ તેને વળગી રહે છે. વિને તેમને ડરાવી શક્તા નથી, મુશ્કેલીઓ તેમના માર્ગની રુકાવટ કરી શક્તી નથી. અણધારી–આકરિમક ગમે તેવી ગમખ્વાર ઘટનાઓ બની જાય તે પણ તેઓ પિતાના ચિત્તને શાંત સ્વસ્થ રાખી નિર્ધારિત કાર્ય પૂરું કરે છે અને તેથી જ આ જગતમાં તેમને યશ કે વાગે છે.
મંત્રપાસકે પણ આ જ નીતિને અનુસરવાનું છે, અન્યથા મપાસનામાં પ્રગતિ થવાનો સંભવ નથી. આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તે સીધેસીધું પાર ઉતરી જાય એવું ભાગ્યે જ બને છે. તેમાં વિન્ને મુશ્કેલીઓ-મુંઝવણે આવે છે અને અનેકવિધ સમસ્યાઓને ઉકેલ કરે પડે છે, જે અખૂટ શ્રદ્ધા અને અડગ શૈર્ય હેય તે જ બની શકે છે. શ્રદ્ધા ખૂટી કે ઉત્સાહ મંદ પડી જાય છે અને ધૈર્યમાં ઓટ આવી કે બધી બાજી સકેલાઈ જાય છે, ખેલ ખલાસ થાય છે!