________________
ઉપાસનાનો આરંભ
૧૫ વળી એ જપ નિરંતર એટલે વચમાં અંતર પાયા વિના કરે જોઈએ. મંત્રવિશારો કહે છે કે મંત્રપદો બોલવામાં વચ્ચે અંતર પાડી દેવામાં આવે તે તેનું ફલ ચાલ્યું જાય છે. મોતીની માળામાં જેમ એક પછી એક મણકા ક્રમશઃ આવ્યા કરે છે, તેમ મંત્રપદી પણ એક પછી એક બરાબર બોલાવા જોઈએ.
ઉપાસનાને આરંભ કરતાં હુંકારનું પૂજન કરવું જોઈએ. જો આ ઉપાસના નિમિત્તે ત્રાંબાના પતરા ઉપર હકાર કેતરાવી લીધું હોય અને તેને પંચામૃત આદિથી શુદ્ધ કરી લીધું હોય તે તેને એક ઊંચા આસન પર મૂકી ધૂપ, દીપ, પુષ્પ, ગંધ તથા નૈવેદ્ય વડે તેનું પૂજન કરી પછી ભૂતશુદ્ધિ, પ્રાણાયામ તથા ન્યાસાદિ ક્રિયાઓ કરવી જોઈએ અને ત્યાર બાદ મૂલ વિદ્યાને જપ શરૂ કર જોઈએ.
જે ત્રાંબાના પતરાની સગવડ ન હોય તે નાગરવેલનાં સાત અખંડ પાન લઈ તેના પર કુંકુમથી હ્રીંકાર લખવા અને તેના પર સેપારી મૂકી તેને ત્રણ વાર કુંકુમથી ચાંલ્લા કરવા. આ વખતે મૂલમંત્ર બેલતાં જવું, એટલે તે સેપારી અભિમંત્રિત થઈ ગણાય. નાગરવેલનાં પાન રેજ તાજાં અને નવાં લાવવા જોઈએ, જ્યારે સોપારી એની એ મૂકવી જોઈએ.
ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની બાબતમાં પૂર્વે પર્યાપ્ત વિવેચન થઈ ગયેલું છે, તે અનુસાર એ બંને કિયાએ કરવી. કદાચ ભૂતશુદ્ધિની ક્રિયા ન આવડે તે જતી કરવી, પણું પ્રાણાયામની ક્રિયા અવશ્ય કરવી. ત્યાર બાદ નીચેને સં૫મંત્ર ત્રણ વાર બોલવો :
-