________________
મંત્રચિંતામણિ સ્કાર તાર સ્વરે બેલ જોઈએ, હીં-પદ બેલતાં રણકાર થવું જોઈએ અને હડપચી જરા નીચી થતાં ગળાની બંને બાજુની નસે છેડી ફૂલવી જોઈએ. તેની અસર એ જ વખતે હૃદય પર થાય છે, તે અનુભવથી સમજી શકાશે. નમ પદ તેના સ્વાભાવિક ધોરણે બલવું જોઈએ, પણ તેમાં વિસર્ગને ઉચ્ચાર બરાબર થી જોઈએ.
આ વસ્તુ પ્રત્યક્ષ પ્રયાગ સિવાય સમજવી કઠિન છે, છતાં ઉપાસકોને તેને ખ્યાલ આવે, એટલે અહીં આટલું વિવેચન કરેલું છે.
ઉચ્ચારણ વનિપૂર્વક બરાબર થાય તે મન તેમાં જોડાઈ જાય છે અને તે જ્યાં ત્યાં ભટકી શતું નથી. એ વરતુ અતિ મહત્વની છે, તેથી ઉપાસકે ઉચારણની બાબતમાં ગુરુગમ મેળવીને અથવા તે વિષયના જાણકાર પાસેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મંત્ર રચાર કરવા જોઈએ.
આ જપ ભાષ્ય એટલે મોટેથી બેલીને કરવાને નથી; તે ઉપાંશુ જ કરવાનું છે, પણ તેમાં શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારની જરૂર તે રહે જ છે.
મંત્રજપ કરતી વખતે મનને સ્વસ્થ રાખવું અને જે ગતિએ જપ શરૂ કર્યો હોય, તે જ ગતિ છેવટ સુધી જાળવી રાખવી. અન્ય શબ્દોમાં કહીએ તે એ ગતિને ધ્રુત એટલે ઝડપી બનાવવી નહિ, તેમ જ વિલંબિત એટલે ધીમી પણ બનાવવી નહિ. ચિત્તની સ્વસ્થતા બરાબર હશે તે જપ સમગતિએ થયા કરશે, એટલે ચિત્તની સ્વસ્થતા એ મુખ્ય વસ્તુ છે.