________________
ઉપાસનાનો આરંભ
૧૯
દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપવી અને માતા અને તે પ્રવાલની વાપરવી, દિશા પૂર્વ કે ઉત્તર રાખવી અને સમય મુખ્યત્વે પ્રાતઃકાલને તથા પૂર્તિમાં સાયંકાલને રાખ. રાત્રિએ પણ મંત્રજપ કરી શકાય છે, પરંતુ એ વખતે દેવપૂજન કરવાને નિષેધ છે.
આ વિદ્યા આઠ લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. જે નિત્ય પ્રાતઃકાલ અને સાયંકાલ અને સમય અઢી-અઢી હજાર જપ કરવામાં આવે તે એક દિવસના પાંચ હજાર જપ થાય અને એ રીતે ૧૬૦ દિવસમાં એટલે ૫ માસ અને ૧૦ દિવસમાં એ જપસંખ્યા પૂરી કરી શકાય.
આ વિદ્યાની એકમાલા (૧૦૮)ને જપ કરવામાં સામાન્યરીતે ત્રણ મીનીટ લાગે છે, એટલે અઢી હજાર જપ કરતાં સવા કલાક જેટલે સમય જવા સંભવ છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે મંત્રના દરેક પદનું ઉચ્ચારણ શુદ્ધ અને સ્પષ્ટ થવું જોઈએ અને તેમાં કદાચ છેડે વખત વધારે જાય તે તેની દરકાર કરવી ન જોઈએ. હજી વધારે સ્પષ્ટ કહીએ તે મંત્રજપની સંખ્યા કરતાં મંત્રના ઉચ્ચારણનું મહત્વ વધારે છે અને તે જેટલું શુદ્ધ તથા સ્પષ્ટ થશે, તેટલું મંત્રમૈતન્ય વહેલું પ્રકટ થશે એટલે જ સંખ્યા પૂરી કરવાની ખાતર મંત્રપદો ઝડપથી ગમે તેમ બેલી જવા તે ચેડ્ય નથી. મોટા ભાગે આ પરિસ્થિતિ જોવામાં આવે છે, તેથી જ અહીં આટલી સૂચના કરેલી છે.
૧૩