________________
૧૯ર
મંચિંતામણિ આપણા પૂર્વજે વહેલા સૂઈને વહેલા ઉઠવાની ટેવવાળા હતા અને તેથી પ્રાતઃકાલીન ક્રિયાઓ સારી રીતે કરી શકતા હતા. આજનું હવામાન મોડા ઉઠવાનું છે, એટલે બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થવાનું કેટલાકને ભારે લાગશે, પણ મન મક્કમ હશે તે એ સમયે બરાબર ઉડી શકાશે અને છેડા દિવસ એ પ્રમાણે ઉઠવાની ટેવ પડી, એટલે તેમાં કોઈ જાતની કન્નિાઈ ભાસશે નહિ.
ગુરુ પ્રત્યે કેટલે આદર હવે જોઈએ? તે આ પરથી સમજી શકાશે. તેમના પ્રત્યે વિનય–ભક્તિબહુમાનની લાગણું પ્રકટયા વિના વિદ્યા સિદ્ધ થતી નથી, એમ આપણા ઋષિમહર્ષિએ કહી ગયા છે અને અનુભવે તે સાચું જણાયું છે.
વળી જે મનુષ્ય પિતાના ધર્મમાં શ્રદ્ધાવાળા હોય છે અને નિત્યકર્મો બરાબર કરે છે, તેને વિદ્યા જલ્દી સિદ્ધ થાય છે. એટલે સ્વધર્મશ્રદ્ધા અને નિત્યકર્મોની બાબતમાં જરા પણ શિથિલતા દાખવવી નહિ.
કારના જપવિધિમાં અમે જપ કરવાનું સ્થાન, આસન, શરીરની અવસ્થા, માલા, દિશા અને સમય અંગે જે વિવેચન કરેલું છે, તે હીભકારની ઉપાસના કરનારે ફરીને વાંચી લેવું, કારણ કે આ બધી વસ્તુઓ બંનેમાં સમાન છે. છતાં તેના તારણરૂપે અહીં એટલું જણાવીએ છીએ કે હી કારની ઉપા-' સના કરવા માટેનું સ્થાન એકાંત અને પવિત્ર હોવું જોઈએ, આસન કંબલનું રાખવું, શક્ય હોય તે પદ્માસને બેસવું : નહિ તે સુખાસને બેસવું, બરડે અને મસ્તક ટટાર રાખવા