________________
ઉપાસના અને કિંચિત
૧૮૭ (૫) જનસમુદાયમાં બેસીને તેમની સાથે જે તે વિષયની વાત કરવી નહિ કે ગપાટા મારવા નહિ. તેથી મનની એકાગ્રતા તૂટે છે અને જે સ્વસ્થતાથી જપાદિ ક્રિયાઓ કરવી જોઈએ તે થતી નથી.
(૬) મનની ચંચલતાને ત્યાગ કરે. ઉપાસકને સહુથી માટી નડતર મનની ચંચલતાની છે. તેને નિગ્રહ થાય નહિ તે એકાગ્રતા જામે નહિ અને એકાગ્રતા જામે નહિ તે કઈ પણ ક્રિયા યથાર્થપણે થઈ શકે નહિ. આ વિષયમાં પૂર્વે કેટલુંક કહેવાઈ ગયું છે, તે પુનઃ પુનઃ વિચારવું અને તેમાં. જે ઉપાય બતાવ્યા છે, તેને અમલ કરે.
જે ઉપાસકે ફરિયાદ કરે છે કે ઘણે મંત્રજપ કરવા. છતાં સિદ્ધિ થતી નથી, તેમણે આ છ નિયમને લક્ષ્યમાં રાખીને પિતાની જીવનચર્યા તપાસી લેવી જોઈએ અને તેમાં જે એ દોષે હસ્તી ધરાવતા હોય તે તેમને પહેલી તકે દૂર કરવા જોઈએ.
આ પ્રકરણ સમાપ્ત કરતાં એટલું જણાવીશું કે સંપાસના એ ગસાધનાને જ એક પ્રકાર છે, તેથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારને જેટલે અભ્યાસ થાય તેટલે આ બાબતમાં વધારે લાભ થવા સંભવ છે.