________________
૧૮૪
મંત્રચિંતામણિ (૪) રાત્રિએ માલાજપ કરે નહિ
જો કે ત્રણ પ્રકારના ભામાં આ ભાવ નિષ્પષ્ટ કેટિને છે, તે પણ તેમાં જે નિયમનું પાલન કરવાનું છે, તે નિયમો ઘણું ઉત્તમ છે અને તેનું યથાર્થ પાલન થાય તે મનુષ્યમાં રહેલી પાશવી વૃત્તિ પર ઘણે મેટો વિજય મેળવી શકાય છે.
ઉપાસક જ્યારે આ ભાવને બરાબર સ્પશે અને આગળ વધવાની ઈચ્છા રાખે, ત્યારે તેણે “વીરભાવ” ધારણ કરે જોઈએ. આ ભાવ ધારણ કરનારે નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે:
(૧) સર્વ પ્રકારની હિંસા છોડી દેવી, અર્થાત્ કઈ પણ જીવને મારે નહિ.
(૨) પાંચે ય ઈન્દ્રિયોને જિતવી. અહીં પાંચ ઈન્દ્રિયેથી સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રેગેન્દ્રિય સમજવી.
(૩) સુખમાં છકી જવું નહિ કે દુખમાં હિંમત હારવી નહિ.
() સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છવું.
તે માટે નીચેના બે કલેકનું ચિંતન-મનન કરવા યોગ્ય છે :
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । . सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग भवेत् ॥
આ વિશ્વનાં સઘળાં પ્રાણુઓ સુખી થાઓ, સઘળાં