________________
ઉપાસના અશે કિંચિત
૧૮૩
એક સાધુ મહાત્માને કેટલાક પ્રયાસે અમેરિકન ફીચર જાણવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને તેથી અનેક લોકો તેમની પાસે આવી તેમનું વંદન-પૂજન કરતા અને તેમના ચરણે સારી એવી પૈસાની રકમો ધરતા. આ રીતે લક્ષમીની રેલ છેલ થતાં એ સાધુ મહાત્મા પિતાની વૃત્તિઓને કાબૂમાં રાખી શક્યા નહિ, એટલે કે સંસારી મનુષ્ય જેવાં કાર્યો છૂપી રીતે કરવા લાગ્યા અને થોડા જ દિવસમાં તેમને પ્રાપ્ત થયેલી સિદ્ધિ ચાલી ગઈ. પછી તેમના પશ્ચાત્તાપને પાર રહ્યો નહિ, પણ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું?
તાત્પર્ય કે સદાચાર એ સિદ્ધિને નજીક લાવનારું તથા સ્થિર રાખનારું મહાન બળ છે, એમ જાણીને ઉપાસકે તેનું અવશ્ય પાલન કરવું જોઈએ.
હવે ભાવ પર આવીએ. તે અંગે તંત્રમાં વિસ્તારથી વર્ણન થયેલું છે. તેને સાર એ છે કે પ્રથમ તે ઉપાસકે
પશુભાવ” ધારણ કરવું જોઈએ. આ ભાવ ધારણ કરનારે નીચેના ચાર નિયમનું પાલન કરવું આવશ્યક છે :
(૧) નિરામિષ (માંસ વગરનું) ભજન કરીને દેવપૂજન કરવું.
(૨) મદ્યને સ્પર્શ કરે નહિ, અર્થાત તેનાથી સદંતર દૂર રહેવું.
(૩) તુકાલ સિવાય પિતાની સ્ત્રીને પણ સ્પર્શ કરે નહિ, અર્થાત્ તેણે કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવો નહિ કે તેની સામે વિકારી દૃષ્ટિથી જેવું નહિ