________________
૧૫૧
મત્રચિંતામણિ
વજૂદ નથી અને તે માર્ગ કોઈ પણ રીતે સમાજને હિતકારી થઈ શકે એમ નથી. તાત્પર્ય કે આપણે એવા જ આચારનું સેવન કરવુ જોઈએ કે જે આપણા મન, વચન અને કાયાને સંયમમાં રાખવામાં મદદ કરે અને આપણુ એક ઉત્તમ મનુષ્ય તરીકે ઘડતર કરે. મંત્રાપાસના અંગે આપણે એક ઉત્તમ ટિના મનુષ્ય અનીએ તેા પણુ આપણે આ જીવનમાં કંઈક કર્યુ" ગણાશે, કંઈક મેળવ્યું મનાશે.
મત્રાપાસના કરતી વખતે આચારની મર્યાદા નહિ રાખવાથી કેટલાય ઉપાસકોનું પતન થયું છે અને તે જીવનમાં ફરી ઊંચા આવી શકયા નથી, એ અમે નજરે નિહાળ્યું છે; એટલે જ અહીં સદાચારમાં સ્થિર થવાને આટલે આગ્રહ કરી રહ્યા છીએ.
અમે અહીં એ પણ કહેવા ઈચ્છીએ છીએ કે સિદ્ધિ મળ્યા પછી પણ સદાચારમાં સ્થિર રહેવુ જરૂરી છે, અન્યથા મળેલી સિદ્ધિ ચાલી જવાના પૂરેપૂરા સંભવ છે. એ બ્રાહ્મશુખ એને ઘણા પ્રયાસે સપ ઉતારવાના મંત્ર સિદ્ધ થયા હતા, પણ તેમાંના એક તેને લગતા નિયમાનું પાલન લાં સમય કરી શકયા નહિ, એટલે તેની સિદ્ધિ ચાલી ગઈ અને બીજો તેને લગતા નિયમાનું' અરામર પાલન કરતા રહ્યા, એટલે તેની સિદ્ધિ ચાલુ રહી. આ બ્રાહ્મણે પોતાના જીવનમાં ૧૦૦૦૦ ઉપરાંત મનુષ્યાને સર્પના ઝેરથી મુક્ત કર્યાં હતા અને તેમના તથા તેમના કુટુંબીજનેાના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા.