________________
ઉપાસના અને કિંચિત
ઉચ ભૂમિકાએ કેમ ન હોય! હજાર વર્ષ સુધી તપ કર્યું હોય, ઉપાસના કરી હોય, પણ તેના પર અનાચારની છાયા પડી કે તે તપનું તેજ ખત્મ થાય છે અને તે ઉપાસનાની સર્વ સુંદરતા ઉડી જાય છે, તેથી જ સાધકેએ-ઉપાસકેએ સદાચારમાં સ્થિર થવું આવશ્યક છે અને તે માટે મહાપુરુ
એ જે રાજમાર્ગ બતાવ્યું છે, તેનું ઉલ્લંઘન પ્રાણુતે પણ કરવાનું નથી.
મધ્યયુગમાં બૌદ્ધ ધર્મની વજીયાન શાખાએ તથા શાત સમ્પ્રદાયે મંત્રસાધન ઉપર ખૂબ ભાર મૂક્યું હતું અને તેનાં કેટલાંક અંગેની સારી ખીલવણી પણ કરી હતી, પરંતુ આચારની બાબતમાં તેઓ જોઈએ તેવા મક્કમ રહી શકયા નહિ, અર્થાત્ વામાચારને પણ એક સાધન માનીને કામ લેવા લાગ્યા, એટલે અનેક દુરાચારી લે કે તેમાં દાખલ થઈ ગયા અને તેમની નિરંકુશ પિશાચલીલાએ માઝા મૂકી દીધી. મધ, માંસ તથા મત્સ્યલક્ષણ તે તેમને સામાન્ય
વ્યવહાર થઈ પડે અને પરસ્ત્રી કે જેને માતા સમાન લેખવાને વેદાદિ સર્વ શાસ્ત્રોને ઉપદેશ હતું, તેને ઠોકરે મારી તેનું છડેક સેવન કરવા લાગ્યા. આથી શિષ્ટ સમાજને મંત્ર-તંત્ર-સાધના પ્રત્યે ભારે નફરત પેદા થઈ અને તેમને પુણ્યપ્રકોપ જાગી ઉઠતાં આ દુરાચારીઓને દુમ દબાવી ભાગવું પડ્યું.
કેટલાક બૌદ્ધ તથા શાક્ત તંત્રએ વામાચારને ચગ્ય -ન્યાયી ઠરાવવા પ્રયત્ન કર્યો છે, પણ તેમની દલીલમાં