________________
[૪]
ઉપાસના અંગે કિચિત્
હી કાર એ મહાશક્તિશાલી મંત્રખીજ છે અને મ`ત્રતંત્રશાસ્ત્રામાં તેના અનેક નામાથી વ્યવહાર થયેલા છે, એ. હકીક્ત અને પૂર્વ પ્રકરણેામાં વિસ્તારથી જણાવી છે. વળી તેના અથ પણ ઘણા ઊંડા છે અને તે વારંવાર વિચારવા ચાવ્ય છે, તેની પ્રતીતિ પણ અમે ગત પ્રકરણમાં અનેક પ્રમાણાપૂર્વક કરાવી દીધી છે. હવે તેની ઉપાસના પર આવીશુ અને તે અંગે કેટલીક મહત્ત્વની વિચારણાઓ રજૂ કરીશુ
ઉપાસનાને સામાન્ય અર્થ સેવા કે ભક્તિ થાય છે, પરંતુ અહીં મંત્રને સિદ્ધ કરવા માટેના જે જરૂરી પુરુષાર્થ તેને જ ઉપાસના સમજવી. તેમાં આવશ્યક ક્રિયાઓ ઉપરાંત આચાર અને ભાષના પૂછુ સમાવેશ થાય છે. સાધના અને આરાધના એ તેના પર્યાયશબ્દો છે, તેથી જ અમે પ્રસ્તુત ગ્રંથમાં અનેક સ્થળે સાધના-આરાધના ઉપાસના એવા શબ્દપ્રયાગ કરેલા છે,