________________
૧૬૮
મંત્રચિંતામણિ સદ્દગુરુને શોધ્યા વિના અને તેમનું શરણ સ્વીકાર્યા વિના આવા અથની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. કેટલાકને અનન્ય ભાવે મંત્ર જપ કરતાં આવા અર્થની પ્રાપ્તિ થાય છે ખરી, પરંતુ એમાં સત્તાણું કે અઠ્ઠાણું સાધકને માટે તે શક્ય નથી, એટલે તેમણે તે મુખ્ય પ્રયત્ન સદ્દગુરુને શેધવાને જ કરવું જોઈએ.
આ કાલમાં સદુથુરુની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે, પરંતુ દઢ સંકલ્પ કર્યો હોય તે તેઓ અવશ્ય મળી આવે છે અને તેમની કૃપાથી આપણું કામ ઘણું સરલ બની જાય છે, એ એક સિદ્ધ હકીકત છે. મહાત્મા કબીર કે જેમને આજે ભારતવર્ષના લાખે મનુષ્ય માનભેર સંભારે છે, તેમણે સદ્દગુરુ કેવી રીતે મેળવ્યા? તે પાઠકએ જાણવા જેવું છે.
કબીરજીએ સરાસ કેવી રીતે મેળવ્યા?
કબીરજી એક વિધવા બ્રાહ્મણના પુત્ર હતા, પણ ઝુલૈયા જાતિના એક મુસલમાન વણકરને ત્યાં ઉછર્યા હતા, परमार्थसत्योऽन्योऽर्थों वाह्यःस्थूलश्च सामान्योपयोगायावચિતાર તિ
–સિદ્ધાંજનભાષ્યભૂમિકા મંત્રીને આંતરિક અર્થ ગુખ છે. તેને બાહ્યા કચુકની જેમ સ્થિત રહે છે, એટલે કે તે એક પ્રકારના ઢાંકણ જેવું કામ કરે છે. તેમાં અતિરિક અર્થ અતરંગથી સંબંધ રાખનાર અથવા અધ્યાત્મ સંબંધી હોય છે, તે જ વાસ્તવિકપણે સત્ય હોય છે. અત્યાર્થ જે બાહ્ય છે, તે તો માત્ર જનસામાન્યને સમજાવવા માટે જ ઉપયોગી છે.”