________________
[૩] હી કારને અર્થ
કોઈ પણ મંત્રની સાધના, આરાધના કે ઉપાસના યથાર્થ પણે કરવી હોય તે તેને અર્થ બરાબર સમજી લેવું જોઈએ, એટલું જ નહિ પણ તેના પર વારંવાર ચિંતનમનન કરવું જોઈએ. તે જ મંત્રાક્ષમાં ચૈતન્ય પ્રકટે છે અને સિદ્ધિને માર્ગ સરય બને છે. કેઈએ મંત્રને અર્થ સમજ્યા વિના માત્ર શ્રદ્ધાના બળે જ તેને જપ કર્યો હોય અને તેનું ધારેલું ફળ મળ્યું હોય, એ બનવા જોગ છે, પણ એ રાજમાર્ગ નથી. તાત્પર્ય કે એવા કિસ્સાઓને અપવાદરૂપ સમજવા જોઈએ અને સુજ્ઞ સાધકે ઈષ્ટમંત્રને અર્થ સમજવા પ્રયત્ન–પ્રયાસ–પુરુષાર્થ કર જોઈએ.
અહીં એટલી વાત લક્ષ્યમાં રાખવી કે મંત્રને જે પ્રકટ કે બાહા અર્થ હોય છે, તે તે સામાન્ય જનેને સમજાવવા પૂરતું જ હોય છે, જ્યારે ગુમ અર્થ કે જે અધ્યાત્મ સંબંધી હોય છે, તે જ તેને ખરે અર્થ હોય છે, એટલે મુખ્ય પ્રયત્ન આ ગુપ્ત અર્થ સમજવા માટે કરવાનું છે.
x मन्त्राणामान्तरार्थस्तु गुप्तो यस्य वाहार्थःकञ्चुकवदवतिष्ठते...तत्र आन्तरार्थ आन्तरङ्गिक आध्यात्मिको वा