________________
૧૬ર
મંચિંતામણિ સંવિ-પ્રજ્ઞા અથવા ચેતનાને સંવિત કહે છે. હકારની ઉપાસના વડે પ્રજ્ઞાને નિર્મલ પ્રકાશ સાંપડે છે, અથવા તે ચેતનામાં અજબ ચમકારે આવે છે. તેથી તેને “સંવિત” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે.
ત્રિગુણ–ત્રણે ગુણવાળી. અહીં ત્રણ ગુણથી સત્વ, રજન્સ અને તમસ એ ત્રણે ગુણે જાણવા. શક્તિદેવી આ ત્રણ ગુણે વડે જ સૃષ્ટિની રચના કરે છે, તેને સ્થિર રાખે છે, તથા તેને સંહાર કરે છે.
ભુવનેશ્વરી-ભુવન એટલે સ્વર્ગ, મર્યો અને પાતાલ એ ત્રણ જગત્ અથવા બ્રહ્મલેક, તપેલેક આદિચૌદ લેક* તેના પર આધિપત્ય ધરાવનારી તે ભુવનેશ્વરી. તાત્પર્ય કે શક્તિદેવીનું એક નામ ભુવનેશ્વરી છે, તેથી હી કારને માટે આ સંજ્ઞાને પ્રયોગ થાય છે. અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે શક્તિસંપ્રદાયમાં દશ મહાવિદ્યાને મહિમા ઘણે છે. તેમાં ભુવનેશ્વરી નામની એક મહાવિદ્યા છે, એટલે આ શબ્દ ઘણે મહિમાવંત છે.
* સ્વર્ગમાં સાત લોક છે. સાતમું સ્વર્ગ સત્યલોક અથવા બ્રહ્મલેક, ડું સ્વર્ગ તપલેક, પાંચમું સ્વર્ગ જનલેક, ચોથું સ્વર્ગ મહર્લોક, ત્રીજું સ્વર્ગ સ્વર્લેક, બીજું સ્વર્ગ ભુવલેંક અને પહેલું સ્વર્ગ ભૂલો. તે પછી પૃથ્વી આવે છે. તેની નીચે સાત લેક આવેલા છે, તે આ પ્રમાણેઃ પહેલું તલ અતલ, બીજું તલ વિતલ, ત્રીજું તલ સુતલ, ચોથું તલ રસાતલ, પાંચમું તલ તલાતલ, છ તલ મહાતલ અને સાતમું તલ પાતાલ.