________________
૧૬૦
મંત્રચિંતામણિ નામે પ્રાપ્ત થયેલાં છે. તે જ સ્થિતિ હકારની છે. શાસકારેએ કે સ્તુતિકાએ ડ્રીંકારના જાદા જુદા ગુણને અનુલક્ષીને તેને જુદા જુદા નામથી નિર્દેશ કરે છે અને તે પ્રચલિત થતાં તેના પર્યાયશબ્દતું કે વિશિષ્ટ સંકેતનું સ્થાન પામેલ છે. મંત્રબીને લગતા ખાસ માં, તેમ જ અન્ય મંત્ર-તંત્રમાં તે નામે સંગ્રહ જોઈ શકાય છે. તેના આધારે અહીં હી કારનાં વિવિધ નામેની રજૂઆત કરીશું અને તેને અર્થ પણ જણાવીશું.
મંત્રાભિધાનમાં કહ્યું છે કેही लजा गिरिजा च शक्तिरपि हल्लेरवा च माया परा।
“હીં કારને લજા, ગિરિજા, શક્તિ, હલ્લેખા, માયા અને પરા કહેવામાં આવે છે.'
લજા-સંસ્કૃત ભાષામાં હીને અર્થ લજજા અર્થાત લાજ કે મર્યાદા થાય છે, તેથી હુંકારને માટે આસંજ્ઞાને પ્રયોગ થયેલ છે. અહીં કદાચ એ પ્રશ્ન થશે કે લજજા તે સ્ત્રીઓનું ખાસ ભૂષણ છે, તે હી કારને માટે કેવી રીતે રોગ્ય ગણાય? તે હકારને શક્તિદેવીનું એક સ્વરૂપ માનીને તેમના વિશિષ્ટ ભૂષણ તરીકે જ આ સંજ્ઞાને પ્રયોગ કરવામાં આવ્યે છે. પ્રાચીન કાળમાં હી, શ્રી આદિ છ દેવીઓ* ४ श्री-ही-धृतयः कीतिर्बुद्धिर्लक्ष्मीश्च षण्महादेव्यः। पौष्टिकसमये संघस्य वाग्छितं पूरयन्तु मुदा ॥
–આચારદિનકર-પૌષ્ટિકાધિકાર