________________
૧૪૦
મંત્રચિંતામણિ
करोति मानवं विज्ञमज्ञं मानविवर्जितम् । समानं स्यात् पंचसुगुरोर्विधैका सुखदा परा ॥ १२ ॥
'
આ ૐકાર વિદ્યા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે • તથા માનવિહીનને માનવાળા કરે છે. પચ સુગુરુઓના પ્રથમાક્ષરાથી નિષ્પન્ન થયેલી આ વિદ્યા અદ્વિતીય અને પરમ • સુખદાયક છે.’
પંચ સુગુરુ એટલે પોંચપરમેષ્ઠી, તેમના પ્રથમ અક્ષરાથી આ મંત્ર કેવી રીતે નિષ્પન્ન થાય છે, તે આ પ્રકરણના · પ્રાર’ભમાં જ સમજાવેલું છે.
ટૂંકમાં જૈન ધર્મ પણ ૐકારના એક મહાન મંત્ર -તરીકે સ્વીકાર કરેલા છે અને તેની ઉપાસના કરવામાં તે • ગૌરવ માને છે.
જૈન ધર્મે કારની જે આકૃતિ માનેલી છે, તેના ખ્યાલ સામેના ચિત્ર પરથી આવી શકશે.