SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - કારક૫ ૧૨૯ (૮) તે માતૃદોષ, ભ્રાતૃદોષ અને પુષ્પદોષથી રહિત થાય છે. (૧૦) તે ચાંડાલ અને શ્વપાક જાતિને દૃષ્ટિમાત્રથી પવિત્ર કરે છે. હવે ઋદ્ધિ-સિદ્ધિની આકાંક્ષાવાળાને માટે બધાયન મહર્ષિ એક વિશિષ્ટ પ્રયોગ બતાવે છે. વેતરંગની ગાય જે શ્વેત વાછરડાવાળી હોય, તેને દૂધમાં ખીર બનાવી સૂર્યની સામે ૧૦૦૦ વાર કાર બેલી અભિમંત્રિત કરી, તેનું પ્રાશન કરવું. આ પ્રયોગ કેટલા દિવસ કરે? તે જણાવ્યું નથી, પણ તે એકવીશ કે અઠ્ઠાવીસ દિવસને હવા સંભવ છે. આ પ્રવેગ કરવાથી સાત પેઢીનું દારિદ્રય દૂર થાય છે જાતિસ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય મળે છે તથા તેનું બ્રહ્મચર્ય અવિચ્છિન્ન અને નિરંતર સ્થિર રહે છે. બધા વેદેને પ્રારંભ પ્રણવથી જ થાય છે અને તેને છેડે પણ પ્રણવમાં જ આવે છે. વાસ્તવમાં સમસ્ત વાડુમય પ્રણવમય છે, તેથી પ્રણવને અભ્યાસ કરવું જોઈએ. જે મંત્ર પ્રણવથી રહિત હોય છે, તે પ્રાણરહિત એટલે શવ જેવે છે. સર્વે મંત્રમાં મંત્રને પ્રાણ પ્રણવ કહેવાય છે, તાત્પર્ય કે આ પરિસ્થિતિમાં કારની ઉપાસના જ અનન્ય મને કરવી જોઈએ. તેમ કરવાને આ એક ઉત્કૃષ્ટ વિધિ છે અને તેને અનુસરનારે શ્રેયની સાધના અવશ્ય કરી શકે છે. inni
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy