________________
૧૨૮
મંચિંતામણિ
નિર્દેશ નથી, પણ અન્યત્ર જે વર્ણન આવે છે, તે પરથી ખાકીના સમયમાં અર્થચિંતન તથા ધ્યાન કરવાનું હાય છે. સદ્ગુરુ પેાતાના શિષ્યને કારમત્રના ઉપદેશ કર્યાં પછી તેના અર્ધા કહે છે, તેનું વિવષ્ણુ કરે છે અને તેનું ધ્યાન કેમ ધરવું ? તેના વિધિ પણ શીખવે છે, તેથી આ પ દરમિયાન તે કારનું અર્થચિંતન તથા ધ્યાન ઘણી સારી રીતે કરી શકે છે અને તેથી બ્રહ્મસાક્ષાત્કાર સુધી પહેાંચી શકે છે.
(૧૬) આ પ કેટલા દિવસ સુધી કરવા ? તેનુ આમાં સ્પષ્ટ વિધાન નથી, પણ તે ઓછામાં ઓછા ૪૨ વિસને હાવા જોઈએ, એવુ અમારું' અનુમાન છે.
હવે આવા પ કરવાનુ પરિણામ શું આવે છે? તેનુ મહર્ષેિ વર્ણન કરે છે
:
(૧) તેને સર્વે મ ંત્રા સિદ્ધ થાય છે.
(૨) તેને સર્વ વેદોના અધ્યયનનું પુણ્યફલ પ્રાપ્ત થાય છે. (૩) તેને સર્વ વેદનુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૪) તેને સર્વ તીર્થાંના સ્નાનનુ પુણ્ય મળે છે. (૫) તે સર્વે વૈદિક રહસ્યના જ્ઞાતા થાય છે. (૬) તેને સર્વે દેવાનાં દર્શન થાય છે. (૭) તે સર્વે યજ્ઞયાગાના કરનાર અથવા તેનાથી મળનાર પુણ્યના ભાગી થાય છે.
(૮) તે ચેાગી દૃષ્ટિ માત્રથી માનવસમૂહને પવિત્ર
કરે છે.