________________
મંત્રચિંતામણિ (૨) આવી કુટી કઈ જલાશયની નજીકમાં બાંધવી જોઈએ. આ નિયમ એટલા માટે રાખેલે જણાય છે કે
કારકલ્પ કરનારે પ્રાત, મધ્યાહુ અને સાયં એમ ત્રણ વખત સ્નાન કરવાનું હોય છે, એટલે તે માટે અનુકૂલતા થાય તથા જલાશય નજીક હોવાથી શીતલ વાયુની લહરિએ વાતાવરણને ખુશનુમા રાખે.
(૩) આવી કુટી બ્રહ્મવૃક્ષ એટલે પલાશ કે ખાખરાના લાકડાને એક દંડ ભૂમિમાં ખેડીને તેના આધારે બનાવવી જોઈએ. આપણુ ષિમુનિઓએ વનસ્પતિને ઊંડે અભ્યાસ કર્યો હતો અને તે દરેકના ગુણદોષ જાણી લીધા હતા, એટલું જ નહિ પણ તેમાં જે રહસ્યમય તવે છે, તેની પણ રોગ્ય માહિતી મેળવી લીધી હતી અને તેથી ધમનુષ્ઠાને, મંત્રસાધના તથા મંત્રપ્રયાગ આદિમાં કઈ વનસ્પતિને કેવી રીતે ઉપગ કરે? તેનાં નિશ્ચિત વિધાને કર્યા હતાં. આ કુટીમાં બ્રહ્મવૃક્ષને દંડ ઉપગમાં લેવાની પાછળ પણ કંઈક રહસ્ય અવશ્ય છુપાયેલું હશે.
(૪) આ કુટીનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું. આ નિયમ એટલા માટે રાખેલે જણાય છે કે તેમાં સૂર્યને -તડકે આવી શકે. તેમ જ સૂર્યની સામે બેસીને મંત્રજપ કરી શકાય. આગળ આ પ્રમાણે જપ કરવાનું વિધાન આવે છે.
ત્યાર પછી આગળને વિધિ દર્શાવતાં કહ્યું છે કે
(૫) આવી કુટી પર કુશઘાસની બનાવેલી એક વિજા રાખવી.