________________
કારકલ્પ
૧૨૧:
છે. ચેાગસાધના કે મંત્રસાધના પેાતાના કલ્યાણ માટે કરવાની છે, તે કંઈ લાકને દેખાડવા માટે કરવાની નથી. જ્યારે લેાકેાને દેખાડવાની વૃત્તિ થાય, ત્યારે સમજવું કે આપણા અહુ સળવળે છે અને તે આપણને ખાટી દિશામાં દોરી જાય છે. અર્જુને આગાળવા અને વિનમ્ર બની જવું, એ ભકત કે મંત્રાપાસકનું એક વિશિષ્ટ લક્ષણ છે અને એ તેણે અવશ્ય કેળવવું' જોઈએ.
જેના હૃદયમાં બ્રહ્માના સાક્ષાત્કાર કરવાની એક માત્ર ઈચ્છા હાય તે બ્રહ્મહૃદય કહેવાય છે. ઋદ્ધિ-સિદ્ધિ આખરે તે માયાના અધનમાં જકડી લેનારી છે, એટલે આવા ઉચ્ચ. કોટિના ઉપાસકો તેની લેશ માત્ર ઈચ્છા રાખતા નથી. તે. તો કયારે બ્રહ્માના સાક્ષાત્કાર કરીએ અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં મગ્ન અની જઈએ? તેની જ તાલાવેલી ધરાવે છે અને તે માટે જ આ પ્રકારના કલ્પ કરવા તૈયાર થાય છે.
ત્યાર પછી મહર્ષિએ કારપ માટે ખાસકુટી અનાવવાની જરૂર જણાવી છે અને તે માટે ચાર નિયમનું વિધાન કર્યું છે.
(૧) આ કુટી એવા સ્થળે મનાવવી જોઈએ કે જેની સમીપમાં ગ્રામ્ય પશુએ એટલે ગાય, બળદ, ભેંસ, પાડા, ઘેાડા, ખચ્ચર, ગધેડાં, મકરાં, ઘેટાં વગેરેના અવાજ થતા ન હાય. ગામ કે ગામની નજીકમાં આવા અવાજો થવાની સ'ભાવના છે, એટલે જનસ સર્ગથી અલિપ્ત એવા કાઈ એકાંત પ્રદેશની પસદગી કરવી જોઈ એ.