________________
૧૧૪
મત્રચિંતામણિ
અને આપણી આધ્યાત્મિક ભાવનાઓને કચડી નાખી છે, એટલે બ્રહ્મચર્યવ્રત પ્રત્યે આપણી જેવી અને જેટલી ચીવટ--કાળજી જોઈએ તેવી રહી નથી. સહશિક્ષણે બ્રહ્મચર્ય ની સાવનાને સખ્ત ફટકો માર્યાં છે અને જીવનના પહેલા અાશ્રમ—જીવનની પહેલી પચીશી (આજના ધેારણે વીશી) કે જેમાં બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરવુ જોઈએ, તેમાં પણ વિદ્યાસની વૃત્તિ ફાટી નીકળી છે. સીનેમા, વિકૃત સાહિત્ય, લક્ષ્યાલક્ષ્યને અવિવેક આદિ વસ્તુ તેમાં ઉત્તેજક નીવડી છે અને તેણે આપણા એ પ્રાચીન આદર્શનું સત્યાનાશ વાળી નાખ્યુ` છે. મ`ત્રસિદ્ધિમાં જે વસ્તુઓને અંતરાયરૂપ ગણુવામાં આવી છે, તેમાંની એક વસ્તુ વિષયવાસના છે. જો મનને ક વિષયવાસના તરફ જ ઢળેલા હાય અને વિષયવાસનાના તરગા મનમાં ઉઠયા જ કરતા હાય તા મંત્રસિદ્ધિ થવાની `ઈ જ શક્યતા નથી, પછી તેનેા ક્રોડાની સંખ્યામાં ભલે જપ કરવામાં આવે.
અહી' એ વસ્તુ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે જે ગૃહસ્થ પેાતાની વિવાહિત સ્ત્રીથી સ ંતુષ્ટ રહે છે અને અન્ય કાઈ સ્ત્રી તરફ વિકારની દૃષ્ટિથી જોતા નથી, તેને પણ શાસ્ત્રકારોએ બ્રહ્મચારી તુલ્ય જ માન્યા છે. ૐકારકલ્પ દરમિયાન સાધકે મન–વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનુ હોય છે અને તે પૂર્વના સારા સ’સ્કાશ હાય તા જ શક્ય બને છે.
જેએ ગુપ્ત રહીને ચેાગસાધના કે મ`ત્રસાધના કરે છે, અર્થાત્ તેની પ્રસિદ્ધિ કે જાહેરાત કરતા નથી, તે શુદ્ઘ કહેવાય