________________
re
મત્રચિ'તામણિ
*
આદિમાં ષટ્ચ અને કુંડલિની સ`ખધી કેટલુંક વર્ણન પ્રાપ્ત થાય છે. શ્રી શ'કરાચાર્ય' સૌંદર્યલહરિમાં કુંડલિની શક્તિ અંગે સુંદર વર્ણન કરેલ છે અને સ્વામી પૂર્ણાન'કૃત ષટ્ચક્રનિરૂપણમાં તેનુ વિસ્તૃત વર્ણન જોઈ શકાય છે. શાન્તાન દતર ગિણીમાં કહ્યું છે કે થ્યાજ્ઞાચક્રમાં જે દ્વિદલ કમલ (એ પાંખડીવાળું કમલ ) વિરાજમાન છે, તેની કણિકામાં સશાસ્ત્રપ્રસિદ્ધ અતીન્દ્રિય સૂક્ષ્મ મનના નિવાસ છે. તે કમલની કણિકામાં એક ત્રિકોણ યંત્ર છે, તેમાં ઈતરાય શિવલિંગ વિરાજે છે. તેના ઊર્ધ્વ ભાગમાં વીજળી જેવા દેદ્દીપ્યમાન એક શક્તિ ત્રિકાણુ છે. તે ત્રિકાણુમાં સ્થિરતર હૃદયવાળા સાધક બ્રહ્મનાડીને જગાવનાર તથા વેદોના આફ્રિીજ એવા કારનું ચિંતન કરે છે.'
ગત પ્રકરણમાં ૐકારનું ધ્યાન આજ્ઞાચક્રમાં ધરવાના જે ઉલ્લેખ આવ્યા છે, તેનુ આ સ્પષ્ટીકરણ છે. જો આ ૐકારના ધ્યાનમાં મન લીન થઈ જાય તે ઉપાસકને પરકાયપ્રવેશ આદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તે સર્વજ્ઞ તથા સર્વેદશી બની જાય છે, એટલે કે તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
તંત્રથામાં કહ્યું છે કે જે ચેાગીના દેડ આજ્ઞાચક્રમાં ધ્યાન ધરતાં છૂટી જાય છે, તે નિર્વાણુ અર્થાત્ મુક્તિ પામે છે. આ વિષય સંબંધી તત્રગ્રંથામાં ઘણ' સૂક્ષ્મ વિવેચન જોવામાં આવે છે, પણ તે સહેજે સમજાય તેવું નથી અને અહીં તે પ્રસ્તુત પણ નથી.