________________
કુંડલિની જાગરણ
૧૧૫ * ધીમે ધીમે નીચે ઉતારતા. આ હકીક્ત તેમણે સ્વમુખે જ અમને કહેલી છે.
આવી મહિમાશાળી કુંડલિની શક્તિનું જાગરણ કરવાની ઈછા કયા સુજ્ઞ સાધકને ન થાય ? તાત્પર્ય કે ભૂતકાલમાં અનેક સાધકોએ તે માટે પ્રયત્ન કરેલ છે અને આજે પણ કરે છે, પરંતુ આ કાર્ય ધારવા જેટલું સહેલું કે સરલ નથી. પ્રથમ તે તેમાં, જેમણે કુંડલિની શક્તિ જાગ્રત કરી હેય તેવા ગુરુની જરૂર રહે છે અને તેવા ગુરુઓ “રજૂર્વ જે વ” એ ઉક્તિ અનુસાર કવચિત્ કોઈ સ્થળે જ હોય છે, એટલે તેમની મુલાકાત થવી કે તેમને અનુગ્રહ પ્રાપ્ત કરે, એ ખરેખર ! ઘણું કઠિન કાર્ય છે.
બાકી, “દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે” એ ન્યાયે કેટલાક પિતાની કુંડલિની શક્તિ જાગ્રત થઈ ન હોય છતાં થયાને દેખાવ કરે છે અને તેને ઊી રીતે પ્રચાર પણ કરે છે. વળી તેઓ શક્તિપાતથી એટલે પિતાની શક્તિને અંશ ભક્તમાં મૂકીને તેની કુંડલિની શક્તિ જાગ્રત કરી દેવાને દા પણ કરતા હોય છે, તેથી કેટલાક માણસે તેમની પકડમાં આવી જાય છે. તેઓ પિતાનું ધન તથા પિતાને સમય સારા પ્રમાણમાં ગુમાવે છે, પણ તેમને કશે. લાભ થતું નથી. પેલા ગુરુ તે એક યા બીજું બહાનું આગળ ધરી વિદાય થઈ જાય છે અને ફરી મુખ બતાવતા નથી. અમારા એક શ્રીમંત મિત્રને આવે અનુભવ થયાનું અમારી જાણમાં છે.