________________
૧૪
મંત્રચિંતામણિ
અનાયાસે જાણી શકે છે, તેમજ પરકાયપ્રવેશ આદિ અપૂર્વ સિદ્ધિઓના સ્વામી બની શકે છે. વળી તેનુ શરીર ટ્વિન્ય ક્રાંતિમાન થાય છે અને તે સપૂર્ણ આરેાગ્યયુક્ત દીર્ઘાયુ ભાગવી શકે છે.
વડાદરા રાજ્યના ભૂતપૂર્વ દીવાન અને ધી રીઝવ બૅન્ક એફ ઇંડિયાના ભૂતપૂર્વ ગવર્નર શ્રી મણિલાલ ખાલાભાઈ નાણાવટી કે જેમને હમણાં જ - સ્વર્ગ વાસ થયે, તેમને જગતે એક કાર્ય દક્ષ પ્રામાણિક અધિકારી તરીકે પિછાણ્યા હતા અને કૃષિવિદ્યાના પ્રેમી તરીકે બિરદાવ્યા હતા, પણ તે એક ઉત્તમ કોટિના સાધક હતા અને તેમની 'ડલિની શક્તિ જાગ્રત થઈ હતી, એ વાત બહુ ઓછા મનુષ્યા જાણે છે. છેલ્લાં ત્રીશ વર્ષના તેમની સાથેના સહવાસથી અમે આ વસ્તુ જાણી શકયા હતા અને તેના લીધે તેમના ચિત્તમાં જે શાંતિ, સ્વસ્થતા તથા પ્રસન્નતા રહેતી હતી, તેના અનુભવ પણ કર્યાં હતા. તેમનુ શરીર તથા સુખારવિંદ પૂર્વકાંતિવાળુ' હતુ', તેમના પ્રભાવ તેમના સહવાસમાં આવનાર પર ખૂબ જ પડતા અને તેએ ૯૧ વર્ષ જેટલું દીર્ઘાયુષ્ય ભાગવી શકયા તથા પેાતાની પાછળ સાઁસ્કારી–સુખી કુટુ મને તથા ઉજ્જવલ કીર્તિને મૂકી જવા શક્તિમાન થયા. -
તેઓ ધ્યાનની વિશિષ્ટ ક્રિયા કરતા કે કુંડલિની શક્તિના પ્રવાહ ઉપર ચડવા લાગતા અને ડોક સુધી આવતા. ત્યાં તેમને વિચિત્ર સ ંવેદન થતુ. ત્યાર પછી તેઓ એ પ્રવાહને
*સને ૧૯૬૦ના ઐગસ્ટ માસમાં.