________________
કંડલિની જાગરણ
૧૧૩ તાત્પર્ય કે ચેતના કોઈ ભૌતિક પદાર્થોથી ઉત્પન્ન કરી શકાતી નથી, તે એક નિરાળી જ વસ્તુ છે અને સઘળી જ્ઞાનપ્રકિયા તેના લીધે જ સંભવે છે. યાંત્રિક મનુષ્ય હલનચલન કરી શકે, દેડી પણ શકે અથવા અમુક પ્રકારને અવાજ પણ કરી શકે, પરંતુ તે વિચારી શકે નહિ, તેને કઈ પણ પ્રકારનું જ્ઞાન થઈ શકે નહિ. વિમાને ઘણી ઝડપથી ઉડી શકે છે, પણ તેણે કઈ દિશામાં ઉડવું અને કયારે કયાં ઉતરવું? તેને નિર્ણય તે તેની અંદર બેઠેલે ચેતનાશક્તિ યુક્ત મનુષ્ય જ કરી શકે છે.
અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આપણા શરીરમાં કેટલાંક શક્તિકેન્દ્રો છે, ચેતન-ચક્રે છે, તેને પત્તો આધુનિક યુગના વૈજ્ઞાનિકોને લા નથી, પરંતુ એ પત્ત આપણા ત્રષિ-મુનિઓએ હજાર વર્ષ પહેલાં પિતાના દીર્ઘ ગાયાસથી મેળ હતું અને તેમાં કુંડલિની નામની એક અદ્ભુત શક્તિ કામ કરી રહી છે, તેની જગતને જાણ કરી હતી. આ શક્તિ નાગણની જેમ કુંડાળું કરીને અર્થાત્ સાડા ત્રણ ગોળ આંટા મારીને રહેલી નાભિની નીચેની નાડી સાથે મુખ્ય સંબંધ ધરાવતી હોવાથી તેને “કુંડલિની” એવું સૂચક નામ આપવામાં આવ્યું હતું.
- તેમણે કુંડલિનીને પરાશક્તિ કહેલી છે, કેમકે તેનું જાગરણુ થતાં સાધકના શરીરમાં અલૌકિક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને તેના લીધે તે નજીક તથા દૂરના ભૂતકાળની, નજીક તથા દૂરના ભવિષ્યકાલની, તેમજ વર્તમાનકાલની સર્વ વાતે