________________
[૯] કુંડલિની-જાગરણ
આધુનિક વિજ્ઞાને મનુષ્યના શરીરને અભ્યાસ કરીને તેમાં કેટલાં હાડકાં હોય છે? કેટલા નાયુઓ હોય છે? કેટલી અને કેવી નાડીઓ હોય છે? તથા તેના જુદા જુદા ભાગે કેવી રીતે કામ કરે છે? તેની માહિતી મેળવી છે, પણ તેમાં જે ચેતના કે ચૈતન્ય છે, તેના વાસ્તવિક સ્વરૂપને તે હજી સુધી જાણું શકયું નથી.”
ચેતના કે ચૈતન્ય વિષેને આધુનિક વિજ્ઞાનને ખ્યાલ તદ્ધ પ્રાથમિક છે. તે એમ માને છે કે અમુક પદાર્થોના સાજનથી ચેતના ઉત્પન્ન થાય છે, પણ તેને લગતું કેઈ પ્રમાણભૂત સમીકરણ હજી સુધી રજૂ કરી શકેલ નથી. તે આંખ, કાન, નાક, હાથ, પગ વગેરેની આકૃતિ બનાવી શકે છે, પણ તેમાં ચેતનને ચમકાર લાવી શક્યું નથી. વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે બનાવેલે આંખને જુઓ અને જીવંત મનુષ્યના શરીરમાં રહેલે આંખને ડેરી જુઓ, એટલે તેમાં રહેલે જમ્બર તફાવત જાણી શકાશે. તે જ રીતે સર્વે અવયનું સમજી લેવું.