________________
ધ્યાનવિધિ
शक्तिं यदा दीपवदुज्ज्वलन्ती, पश्यन्ति ते ब्रह्म तदेकनिष्ठाः ॥
જે સાધકે લલાટની મધ્યમાં કે હૃદયકમલમાં દીપકની માફક પ્રકાશી રહેલી જ્ઞાનમયી પ્રભા શક્તિનું અર્થાત્ કારનું એકનિષ્ઠ થઈને ધ્યાન ધરે છે, તે બ્રહ્માનાં દર્શન કરે છે અર્થાત્ પરમેશ્વર કે પરમાત્માને સાક્ષાત્કાર કરે છે અને કૃતકૃત્ય થાય છે.”
આ રીતે ધ્યાનની ત્રીજી ભૂમિકાએ ઉપાસકને અભીષ્ટની પ્રાપ્તિ થાય છે, એટલે તેને કંઈ પણ કરવાનું રહેતું નથી. તે મંત્રસિદ્ધ મહાપુરુષ ગણાય છે અને સહુ તેને વંદેપૂજે છે. તેનું વચન કદી ખાલી જતું નથી. જે દેખીતું અશક્ય લાગતું હોય, તે પણ શકય બને છે અને તેને સર્વત્ર વિજય થાય છે.
અહીં અમે સાધકને એટલું કહેવા ઈચ્છીએ છીએ કે રકારની આ ઉત્કૃષ્ટ ધ્યાનસિદ્ધિ થડા દિવસ કે છેડા મહિનામાં થતી નથી, પણ કેટલાંક વર્ષો પછી થાય છે, એટલે તેમણે વૈર્યનું આલંબન લેવું અને ખંત રાખીને આગળ પ્રવૃત્તિ કરવી. દરમિયાન કેઈ પણું નાનું કે મોટું વિક્ત આવી જાય તે તેથી ડરવું નહિ કે હતાશ થવું નહિ. સારાં કામમાં વિને તે આવે જ છે, પણ તે આપણા ઘેર્યની કટી કરવા આવે છે, એટલે આપણે તેમાં પાર ઉતરવું જોઈએ અને જે ઉપાસના શરૂ કરી છે, તેમાં સિદ્ધિ મેળવીને જ જંપવું જોઈએ.