________________
૧૦૮
-
- -
-
-
-
-
-
-
-
મંત્રચિંતામણિ બીજી ભૂમિકા
છબીના આલંબનથી દયાનકિયા બરાબર થવા લાગે, ત્યારે એક ડગલું આગળ વધવું અને હૃદયમાં આઠ પાંખડીએનું એક કમલ કલ્પી તેની કર્ણિકામાં (મધ્યભાગમાં) હકાર વિરાજી રહ્યો છે, એમ ચિંતવવું. આ વખતે નેત્રો બંધ કરીને હૃદય ભણી દષ્ટિ કરતાં કારનું તે ચિત્ર બરાબર દેખાશે કે જેનું આજ સુધી છબી દ્વારા ધ્યાન ધરવામાં આવતું હતું. એક વસ્તુને વારંવાર જોઈ હોય તે તેને સંસ્કાર આપણું મન પર ઘણે ઊંડે પડે છે અને ચિંતન માત્રથી તેનું ઉદ્બોધન તે જ સ્વરૂપે થાય છે. પ્રથમ છબીનું આલંબન લઈને ધ્યાન ધરવાનું મુખ્ય કારણ પણ આ જ છે.
આ ચિત્ર પર મનવૃત્તિઓને સ્થિર કરી દેવી. એથી ધ્યાન જામશે અને એક પ્રકારના અલૌકિક આનંદને અનુભવ થશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિથી જે આનદ થાય છે, તે ઉપરછલે હોય છે, તેમ જ ક્ષણિક હેય છે, જ્યારે આ આનંદ ઊંડે હોય છે અને તેની અસર મન તથા શરીર પર વધારે વખત રહે છે. વાસ્તવમાં તે આનંદ આમાના ચિદાનંદસ્વરૂપમાંથી પ્રકટ થાય છે અને તે ધ્યાનની પ્રગતિ સાથે વધારે અને વધારે પ્રમાણમાં વ્યકત થતું રહે છે.
અહીં એટલી વાત લક્ષ્યમાં રાખવી કે હૃદયકમલમાં કારતું જે ચિત્ર ઉઠે, તેને વેત રંગનું જ ચિંતવવું, કારણ